________________
૧૨૬
૪૧. જેમણે પિતાના યોગ અર્થાત્ મન-વચન-કાયાને
સ્થિર કરી દીધા છે અને જેમનું ચિત્ત બરાબર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસથી ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં
કશો ફેર નથી, ૪૨. સમાધિની ભાવનાવાળે તપસ્વી શ્રમણ ઈન્દ્રિાના
અનુકૂળ વિષયમાં (શબ્દ, રૂપ, વગેરેમાં) કદી પણ રાગ-ભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષયમાં મનથી
પણ દ્વેષભાવ ન રાખે. ૪૯૩. સંસારના સ્વરૂપથી જે સુપરિચિત છે, નિઃસંગ છે,
નિય છે, આભારહિત છે તથા જેનું મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુ-નિશ્ચલ એટલે
કે રૂડે પ્રકારે સ્થિર બની શકે છે. ૪૯૪. જે યેગી, પુરુષના આકારવાળા, કેવળજ્ઞાન અને
કેવળદર્શનથી પૂર્ણ એવા, આત્માનું ધયાન ધરે છે એ કર્મના બંધનને નાશ કરી દદ્ધ વિનાને
બની જાય છે. ૪૫. ધ્યાન-ગી પિતાના આત્માને શરીર તથા સમસ્ત
બાહ્ય સંગોથી વિવિક્ત (ભિન્ન) દેખે છે, અર્થાત્ દેહ તથા ઉપકરણેનો સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બની જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org