________________
૧૫
४८७
૪૮૬. જેવી રીતે પાણીના સંગથી મીઠું એમાં એગળી
જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનાર આમ-રૂપ-અગ્નિ પ્રગટ થાય છે. જેને રાગ, દ્વેષ અને મેહ નથી, તથા, મન, વચન, કાયારૂપ યોગને વ્યાપાર (પ્રવૃત્તિ) નથી તેનામાં શુભાશુભ કર્મોને સળગાવી નાખનારે
ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મેં રાખીને બેઠેલે શુદ્ધ
આચાર અને પવિત્ર શરીરવાળે ધ્યાતા
સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯. પયંકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને
રાકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર લગાવી, એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસે શ્વાસ લે. જ્યાં સુધી પૂર્વ-કમને નાશ ન થાય ત્યાં સુધી એ પોતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી, બધાં (સત્વ) પ્રાણીઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી, તથા ચિત્તને નિશ્ચિત કરી દયાન ધરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org