________________
૧૫૪
૬૧૮.
Sલ
શબઇ
૨૦.
જ્યાં નથી ઈન્દ્રિ, નથી ઉપસર્ગ, નથી મોહ, નથી વિમય, નથી નિદ્રા, નથી તૃષ્ણા અને નથી ભૂખ, – આનું નામ જ નિર્વાણ જ્યાં નથી કર્મ, નથી ને-કમ નથી ચિંતા, નથી આત-રૌદ્ર ધ્યાન, નથી ધર્મધ્યાન અને નથી શુકલધ્યાન – આનું નામ જ નિર્વાણ ત્યાં એટલે કે મુક્ત છમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ, કેવળ વીર્ય, અરૂપીપણું, કેવળ ચારિત્ર, અક્ષય સ્થિતિ (અસ્તિવ) અને અગુરુલધુ (સપ્રદેશતા) આ ગુણે ઠેય છે. (સિદ્ધના ૮ ગુણે) જે સ્થાનને મહર્ષિ જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણ છે. એ અબાધ (બાધા-પીડા વગરનું) છે, સિદ્ધિ છે, કાગ્ર છે, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. જેવી રીતે તુંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પરંતુ માટી દૂર થઈ જાય કે તરત એ પાછું પાણી ઉપર તરવા લાગે છે, તેવી રીતે અથવા, એરંડ ફળ તડકામાં મુકાયા પછી જેમ એનું બી ઉપર થઈ જાય છે, અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વ-પ્રાગથી ગતિમાન થાય છે, તેવી રીતે સિદ્ધ જીવની ગતિ પણ સ્વભાવથી જ ઉપરની દિશામાં થાય છે.
૬૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org