________________
૬૩.
૬૪૫.
જે આદિ-મધ્ય–અંત વિનાનું છે, જે કેવળ એકપ્રદેશી છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઈન્દ્રિયો ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ-વિહીન-દ્રવ્ય “પરમાણુ કહેવાય છે. જેમાં પુ૬ (પુરાવાની–પૂરણની) અને ગલ્ (ગળવાની) ક્રિયાઓ થાય છે એટલે કે જે દ્રવ્ય તૂટે છે અને જોડાય છે એ “પુદગલ' કહેવાય છે. સ્કંધની માફક પરમાણુના પણ રૂપ, રસ, ગંધ, વર્ણ, ગુણેમાં હંમેશાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થતી રહે છે, એટલા માટે પરમાણુ પણ પુદ્ગલ કહેવાય છે. (૬) ચાર પ્રાણે વડે વર્તમાનમાં જે જીવે છે, ભવિષ્યમાં જે આવશે અને ભૂતકાળમાં જે જીવ્યા છે તે “જીવ દ્રવ્ય છે. પ્રાણ ચાર છે : ૧. બળ, ૨. ઇન્દ્રિય, ૩. આયુ અને ૪. ઉચ્છવાસ. (કુલ ૧૦ પ્રાણ-મન, વચન, કાય-ત્રણ બળ, પાંચ ઈન્દ્રિયે, એક આયુ ને એક ઉચછવાસ) વ્યવહારનયની અપેક્ષાએ, સમુદ્દઘાત અવસ્થાને છેડી, સંકોચ-વિસ્તારની શક્તિને લીધે “જીવ પિતાના નાના અથવા મોટા શરીરને બરાબર પરિમાણને હોય છે, પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ “જીવ’ અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે પધરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજજવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કોઈ પદાર્થને નથી બનાવતા
૬૪૬.
૨૭,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org