________________
હોય સત્ય કે ન હોય અસત્ય) ભાષાને ઉપયોગ કરે. ધનવાન અથવા નિર્ધનને ભેદ પાયા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે.
પ્રકરણ ૩૮ : પ્રમાણુ સૂત્ર (અ) પંચવિધ જ્ઞાન ૬૭૪. ૧. સંશય, ૨. વિમેહ (વિપર્યય) અને ૩. વિશ્વમાં
(અનધ્યવસાય)–આ ત્રણ મિથ્યા-જ્ઞાનેથી રહિત, પિતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમગ્ર જ્ઞાન” કહેવાય. આ વસ્તુ-સ્વરૂપને યથાથ નિર્ણય કરાવે છે તેથી જ તેને સાકાર અર્થાત્ સવિકલપક (નિશ્ચયાત્મક) કહે છે.
આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ
૧. અભિનિ બાધિક અથવા મતિજ્ઞાન, ૨. શ્રત જ્ઞાન, ૩. અવધિ જ્ઞાન,
૪. મન:પર્યાય જ્ઞાન, અને ૫. કેવળ જ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મતિ, કૃત, અવધિ, મન:પર્યાય અને
કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાપશમિક છે અને, કેવળજ્ઞાન સાયિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે પહેલા ચાર જ્ઞાન અપૂણું છે છે. અને સમસ્ત કર્મોનો ક્ષયને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org