________________
૧૬૮
૬૮૦. આગમેમાં કહેવામાં આવ્યું છે કે શ્રતજ્ઞાન મતિજ્ઞાન
પૂર્વક થાય છે, પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બન્ને વચ્ચે અંતર છે. “પૂર્વ શબ્દ “પૃ' ધાતુથી બન્યા છે. એને અર્થ “પાલન અને પૂરણ” એ થાય છે. શ્રતનું પૂરણ અને પાલન કરવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પહેલાં થાય છે, એટલા
માટે શ્રુતને મતિ પહેલાં થનારું કહ્યું છે. ૬૮૧. (૩) “અવધીયતે ઈતિ અવધિઃઅર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
અને, ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આનેઆગમાં સીમાજ્ઞાન” પણ કહ્યું છે. આના બે ભેદ છેઃ
૧. ભવ-પ્રત્યય, ૨. ગુણ-પ્રત્યય. ૮૨. ( (૪) જે જ્ઞાન મનુષ્યલકમાં રહેલા જીવના ચિંતિત,
જે. અચિંતિત, અર્ધ ચિંતિત, વગેરે અનેક પ્રકારના અર્થ
દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે માટે પર્યવ જ્ઞાન. ૬૮૩. (૫) “કેવળ શબ્દને અર્થ “એક”, “શુદ્ધ’, ‘સકળ”,
“અસાધારણું” અને “અનંત' વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન “એક છે, અર્થાત્ ઈન્દ્રિો વગેરેની સહાયતા વિનાનું છે, અને કેવળજ્ઞાન થવાથી બીજા બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે, એટલા માટે કેવળજ્ઞાન એકાકી છે. મળ-કલંકથી રહિત હવાથી એ શુદ્ધ છે. સંપૂર્ણ સેને જાણવાવાળું હેવાથી એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org