________________
એક માનસ-શાસ્ત્રીય હકિકત
(પ્રો. કે. જી. શાહ) એવું બનતું જોવામાં આવે છે કે અમુક વિચારે અમુક વ્યક્તિઓને અમુક સમયે આવે છે, પરંતુ તે વિચારના અવતરણ માટે અમુક વ્યક્તિ એગ્ય હોય છે.
શ્રી વિનોબાજીની પ્રેરણાથી શ્રી સમણુમુત્ત પ્રાપ્ત થયું. જેનધર્મનું આવું એક પુસ્તક હોય તે વિચાર મને છેલ્લા ઘણા વર્ષોથી આવતે હતો અને તેથી મેં કેટલાક વિદ્વાનને તથા સાધુજી ને લંબાણ-પૂર્વક પત્ર લખેલા.
“આપણે જાણીએ છીએ કે જગતના લગભગ બધા ધર્મોમાં તે તે ધર્મના મૂળ સિદ્ધાંતે દર્શાવતું એક પુસ્તક છે જ દા–ત. (૧) ખ્રિસ્તી ધર્મનું “ધી બાઈબલ, (૨) મુસ્લીમ ધર્મનું, અલ કુરાન, (૩) હિન્દુ ધર્મના ઘણા ફાંટા છે-તેમના સંપ્રદાયમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ગણી શકાય, (૪) સ્વામીનારાયણમાં શિક્ષાપત્રી' (૫) શીખ ધર્મમાં “જપુજી (૫) પારસી ધર્મમાં “અંદ અવેસ્તા' (૬) યહુદી ધર્મમાં જૂને કરાર, (૭) બૌદ્ધ ધર્મમાં “ધમ્મપદ વગેરે, તરત જ સ્મૃતિમાં આવે અને આ પુસ્તકો સુલભ હોય છે.
તે વખતે મને જાણ નહિ કે શ્રી વિનોબાજીએ આમાંના કેટલાક ધર્મના “સાર રૂપ પુસ્તક છપાવેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org