________________
(૧૩) માનવ અવતારે સિદ્ધક્ષેત્ર પાલિતાણા જેવા દિવ્ય ધામમાં વર્ધમાન તપની ૧૦૦ મી એળી. વિક્રમ સંવત ૨૦૪૦ ના વૈશાખ સુદ ૩ ના પાવન દિવસે પૂર્ણ કરી. બાવનમી એળીનું, પારણું- ૨૦૪૬ શ્રાવણ વદી ૬રવિવાર, અમદાવાદ, તા. ૧૨-૮-૯૦ (૧૪) શ્રી અકલંક ગ્રંથમાળા મુનિશ્રીને અદ્ભુત અભિગ્રહ સંક૯૫, ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવા, પ્રભુ કૃપાથી નિવિને પૂર્ણ થશે. અમદાવાદ ચાતુર્માસ દરમિયાન અને તેની છેરલા દસ પુસ્તકની વિમેચન વિધિ રંગે ચંગે પતી ગઈ. તા. ૧૨-૮-૧૯૯૦ રવિવાર (૧૫) અમદાવાદમાં “સતુ સાહિત્ય પ્રકાશન” ઘણા વર્ષોથી જનતાને સાહિત્ય-ધર્મ-જ્ઞાન- વિજ્ઞાનનાં પુસ્તકે ઓછી કિંમતે વેચે છે, જેથી લોકોને સારાં સારાં પુસ્તક સુલભ બને છે, તેવી રીતે મહારાજ સાહેબે પણ લગભગ મહદંશે જૈન ધર્મ જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાનના દરેક વિષયને આવરી લેતા પુસ્તક પ્રકાશન કર્યા છે- જેવી જેની રુચિ હેય તેવી જ્ઞાનપિપાસા સંતોષી શકે. (૧૬) મહારાજશ્રીનું ફળદ્રુપ મગજઃ હજુ કેટલાય નવા નવા વિષયે પ્રકાશન માટે ઉભરાય છે. (૧૭) જ્યારે ૧૦૦ પુસ્તકનું વિમોચન થયું ત્યારે અમે વણમાગી સલાહ આપેલી કે હવે આગળ વધવું નહિ, પરંતુ સવાધ્યાય, મૌન, આરાધના, સાધના, ઉપાસનામાં જીવ લગાવે, પણ તેઓશ્રીની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org