________________
(ઈ) સમન્વય : ૨૮૦. નિશ્ચય-ચરિત્ર તે સાધ્યરૂ૫ છે, તથા સરાગ
(વ્યવહાર) ચરિત્ર એનું સાધન છે. સાધન તથા સાધ્ય-સ્વરૂપ બને ચારિત્રને ક્રમપૂર્વક ધારણ કરવાથી
જીવને “પ્રબોધ' થાય છે ૨૮૧. આત્યંતરશુદ્ધિ હોય બાહ્ય–શુદ્ધિ નિયમપૂર્વક
હેય જ છે. આત્યંતર-દેષ હેય તે જ મનુષ્ય
બાદા–દોષ કરે છે. ૨૮૨. મદ, માન, માયા, અને, લેભથી રહિત ભાવ હોય
ત્યારે એને “ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લોક-અલકના જ્ઞાતા, દ્રષ્ટા સર્વજ્ઞ દેવે
ભવ્ય જીવોને આપ્યો છે. ૨૮૩. પાપ-આરંભ(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત
વ્યવહારચરિત્ર પાળવા છતાં જીવ જે મેહાદિ ભાવથી મુક્ત થતો નથી તે એ “શુદ્ધ આત્માને
પ્રાપ્ત કરી શકતું નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે, જેવી રીતે
શુભ ચારિત્ર દ્વારા અશુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપાગ) દ્વારા શુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી – વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર ક્રમથી – જોગી આત્માનું ધ્યાન કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org