________________
૧૨૦
૪૬૨.
૪૬૩.
કર્મ અનાભેગ કૃત કહેવાય. અને પ્રકારના કર્મોની અને એથી લાગેલા દોષોની આલેચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુળ ચિત્ત કરવી જોઈએ. જેવી રીતે બાળક પિતાના કાર્ય -અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ પિતાના બધા ની આલોચના માયા–મદ (છલ-છઘ) તને કરવી જોઈએ જેવી રીતે કાંટો લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે, તેવી જ રીતે પિતાના દેને ન પ્રગટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવાથી સુવિશુદ્ધ બની સુખી થઈ જાય છે મનમાં કેઈ શલ્ય રહી જતું નથી. પિતાનાં પરિણામને સમભાવમાં સ્થાપિત કરી
આતમાને એનું નામ જ આલોચના છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપે છે.
(૨) ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યો હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવું, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી આ બધાને વિનય તપ કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org