________________
૧૦૭
૩૯૯,
૩૯૮. વિવિધ પ્રકારના જીવજંતુ, પશુ-પક્ષી વગેરે અહીં
તહીંથી ચારા માટે એકઠાં થયાં હોય તે એમની સામે પણ ન જવું જોઈએ જેથી એ ભયભીત ન થાય – આ બાબતની ચાલતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ. (૨) (ભાષા-સમિતિ-પરાયણ સાધુ) કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાને માટે, કે બન્નેને માટે સાવા એટલે પાપ-વચન ન બેલે, અને ન બોલે
મમ વિદ્યારે તેવાં વચન. ૪૦૦ તથા કઠોર અને પ્રાણીઓનો ઉપઘાત (આઘાત,
વિરાધના) પહોંચાડે એવી ભાષા પણ બોલે નહિ.
પાપનો બંધ પડે એવું સત્ય વચન પણ ન બોલે. ૪૦૧. (તથા) કાણને કારણે, નપુંસકને નપુંસક, રોગીને
રાગી અને ચારને ચેર પણ ન કહે. ૪૦૨. પશુન્ય (ચાડીશુગલો ), હાસ્ય, કર્કશ વચન, પારકી
નિંદા, આત્મ-પ્રશંસા, વિકથા (ચાર વિકથા–રાજકથા, દેશકથા, ભક્ત-ભજન કથા, તથા સ્ત્રી વગેરેની રસવર્ધક અથવા વિકારવર્ધક કથા) ને ત્યાગ કરીને, સ્વ-પર-હિતકારી વચન બોલવું એને જ ભાષા સમિતિ કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org