________________
૩૪૨. (કઈ પણ વ્યક્તિ) ગુથો સાધુ અને અગુણેથી
અ-સાધુ બને છે. માટે, સાધુના ગુણેને ધારણ કરે અને અ–સાધુતાને ત્યાગ કરે. આભાને આત્મા દ્વારા જાણીને જે રાગદ્વેષ
વગેરેમાં સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. ૩૪૩. ૧. દેહ વગેરેમાં અનુરક્ત ૨. વિષયમાં આસક્ત,
૩. કષાય-યુક્ત અને ૪. આત્મ-સ્વભાવમાં સુપ્ત
સાધુ “સમ્યક્ત્વ” થી શૂન્ય હોય છે. ૩૪૪. ગોચરી અર્થાત ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી
પણ સારી-નારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી પણ સારી-નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જેઈ, સાંભળીને પણ એ કેઈને કાંઈ કહેતું નથી,
બલકે “ઉદાસીન રહે છે. ૩૪૫. સ્વાધ્યાય અને ધ્યાનમાં ચીન સાધુએ રાત્રે ઝાઝું
સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં રહેતા
હોવાથી એ નિદ્રાને વશ થતા નથી. ૩૪૬. સાધુ મમત્વ રહિત, નિરભિમાની, નિસંગ, ગૌરવને
ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જી તરફ સમદષ્ટિ-વાળો હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org