________________
સંસાર એક બંધન છે. જીવ અનાદિકાળથી એમાં પડે છે. એ પિતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જ પિતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે પ્રમ છે, પિતાના સ્વરૂપની બ્રાતિ છે, પિતાની દૃષ્ટિની ભૂલ છે, તે જ એના બંધનનું કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે પડે છે ત્યારે જ એની દષ્ટિ પિતાના સ્વરૂપ ભણી જાય છે અને ત્યારે જ એને સમજાય છે કે હું તે ચૈતન્ય શક્તિ-સંપન્ન છું; ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શક્તિ એ મારૂ ચૈતન્ય છે એ અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ)ને ભંડાર છે.
એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યગ આચાર-દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાને પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મને આચાર માર્ગ સમ્યગૂ-જ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમાર્ગ છે. અનેકાન્ત
આ વિશાળ “લોકમાં દેહધારી વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાંગી હોય છે. વસ્તુના અનંત ગુણેને સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, તે એને વ્યક્ત કરવાની વાત તે આઘી જ રહી. ભાષાની અશક્તિ અને શબ્દોના અર્થની મર્યાદા જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને “અહમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org