________________
કરતાં શ્રાવકોને આચાર સહેલું હોય છે. આનું કારણ એ છે કે એ લોકે ગૃહ ત્યાગી નથી હોતા અને સંસારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પિતાના આચાર પર બરાબર સાવધાન રહે છે. એનું લક્ષ શ્રમણાચારની દિશામાં આગળ વધવાનું હોય છે. શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારો અને ક્રોધાદિ કષા પર કાબુ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતો શ્રમણ- પદ પર ડગ દેવા માંડે છે. બાર વતનું બરાબર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહેચી જાય છે.
આમ જોવા જઈએ તે શ્રાવક ધર્મ એ શ્રમણ ધર્મને આધાર અથવા પૂરક ધર્મ છે. જૈન ધર્મને તમામ આચાર આમલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત એક પછી એક એમ આગળ વિકાસનાં પગથિયાં ઉપર લઈ જતી સંહિતા પ્રાપ્ત છે.
જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દષ્ટિએ અથવા વહેવારની દષ્ટિએ આચારનિયમો ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં બાહ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લેક મૂઢતા, દેવ મૂઢતા અથવા ગુરુ મૂઢતાને એમાં જરા જેટલું પણ સ્થાન નથી. અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તે બીજી બાજુ સમાજના સુ -સંચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org