________________
૧૭૯ ઈન્દ્રિય – સમૂહને આત્મા માનનાર બહિરાત્મા છે;
આત્મ-સંકલ્પ- દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરાત્મા છે. કર્મ-કાંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. કેવળજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર સ-શરીરી જીવ “અહંતુ કહેવાય છે, તથા, સર્વોત્તમ સુખ એટલે કે મેક્ષ જેણે મેળવ્યું છે એવા જ્ઞાન-શારીરી જીવને “સિદ્ધ કહે છે. મન, વચન અને કાયાથી બહેરામાને છેડીને અંતરાત્મામાં આરહણ કર અને એ રીતે પરમામાનું ધ્યાન ધર, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ચતુર્ગતિરૂપ ભવભ્રમણ, જન્મ, ઘડપણ, મરણ, રેગ શેક, તથા કુલ, નિ, જીવસ્થાન, અને માણાસ્થાન વગેરે શુદ્ધ આત્મામાં નથી. શુદ્ધ આત્મામાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, તથા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વગેરે પર્યાયે તથા સંસ્થાન
અને સંહનન નથી. ૧૮૪. આ સર્વ ભાવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં
આવ્યા છે. શુદ્ધ નય(નિશ્ચયનય)ની અપેક્ષાએ
સંસારી જીવ પણ સિદ્ધ સ્વરૂપ છે. ૧૮૫. વાસ્તવિક રીતે શુદ્ધ આત્મા અરસ, અરૂપ, અગંધ,
અવ્યક્ત, ચૈતન્ય ગુણવાળ, અશબ્દ, અલિંગ-ગ્રાહ્યા (અનુમાનને અવિષય) અને સંસ્થાન રહિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org