________________
હતા, એમણે જૈન ધર્મની પુનઃસ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી.
એ ખરું કે જેન ધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોંચ્યા નથી, આમ છતાં જે પુરાતાત્વિક અને સાહિત્યિક તથ્ય પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિલેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જેનધામ એક અતિ પ્રાચીન ધર્મ છે.
વાતરશના મુનિએ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિએ વિષે શ્વેદ, શ્રીમદ્ ભાગવત, આદિ મહત્વપૂર્ણ ગ્રંથમાં સંખ્યાબંધ ઉલ્લેખે મળી આવે છે. - જેના ઇતિહાસમાં ત્રેસઠ “શલાક પુરુષ” નું વર્ણન આવે છે.
અવસર્પિણ અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદી કાળખંડમાં આ શલાકા પુરુષે જન્મે છે અને માનવ સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મ–નીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે.
આ શલાકા પુરુષમાં ૨૪ તીર્થકરોનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણી કાળમાં એના ચતુર્થ કાલખંઢમાં જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલાં રાષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ, આદિ બ્રહ્મા, આદીશ્વર, વગેરે, નામથી ઓળખવામાં આવે છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org