________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૫
જીવનના અગણિત અરમાનોના સમુચ્ચયરૂપે આપણને નવો અવતાર - નવું જીવન લાધે છે. માનવ હૃદયની દયનીયતા એ છે કે માનવને અરમાન કરતા પણ નથી આવડતું. જો કે મુકિતના પણ અરમાનજવાની વાત જ્ઞાનીઓ કરે છે.....
સાધનાના ફળ સ્વરૂપે કોઈયેય દુન્યવી સિદ્ધિ વાંછવી નિષિદ્ધ છે. એક આત્મવિશુદ્ધિ સિવાય કશુંય વાંછનીય નથી. અલબત, સાધનાના સહજ પ્રભાવથી બીજું આવી મળે છે તે અલગ વાત પણ વાંછા તો વૃદ્ધિમાન – વિશુદ્ધિની જ હોવી ઘટે.
અજ્ઞાન , મોહ અને પ્રમાદ એ ત્રિદોષ સાધનાની સ્વસ્થતાને હરનારાં છે. અનાદિથી આ ત્રણ દોષ જીવને સાધ્ય નજદીક પહોંચવા દેતા નથી. જીવે પ્રબળ પુરુષાર્થ કરીને પણ આમાંથી ઊગરવાનું છે. એ અર્થે જેટલો વધુ પુરુષાર્થ થઈ શકે તે કરણીય છે.
નાથ ! જ્ઞાન સમ્યક્ થાય એ માત્ર એક જ કામના છે.અનાદિનું મિથ્યાજ્ઞાન સમ્યફ કેમ થાય ? એ ગહેરી વિમાસણનો વિષય છે... એ ઘણી ધણી આત્મજાગૃતિ અને વિચારકતા માંગી લે છે. જ્ઞાનની સમ્યક્તો સાધનાપથને ઊજાસમયી બનાવી દે છે.
અજ્ઞાની અને કરોડો વરસો આકરાં તપ તપી ને જે કર્મોનો નિકાલ ન કરી શકે એ સમ્યફજ્ઞાની મહાત્મા ક્ષણમાત્રમાં કરી શકે છે. જ્ઞાનની સમ્યફતા જે સુખ-શાંતી-સમત્વ-સમાધિ પ્રદાન કરી શકે છે એ આકરા તપ-જય આદિ પણ કરી શકતા નથી.
જ્ઞાનની સ્વચ્છતા – સ્વસ્થતા અને સભ્યતા સાધવા માટે સત્સંગ જેવું પરમ શ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. આત્મજ્ઞપુરૂષના સત્સંગ વડે જીવમાં અંતર્બોધનો ઉદય થાય છે. એવા સંત્સંગની બલિહારી શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી,
જ્ઞાનની સમ્યફતા સાધવી – સાધતા જ રહેવી – એ જ સાધકનું સર્વોપરી કર્તવ્ય છે. એના માટે પળે. પળે જાગરૂકયત્ન કરવાનો છે. જ્ઞાન તો સાધના જીવનનો પ્રાણ છે. સાધનાના સર્વોચ્ચ આનંદનું મૂળ જ્ઞાનની સમ્યક્ષતામાં રહેલું છે. જ્ઞાન નિર્મળ હશે તો સાધના સિદ્ધિની નજદીક બની જશે.