________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૩.
ભાઈ અઘરૂં સમજીને તમે ધ્યાનનો અભ્યાસ - આયાસ મુકી ન દેશો. એના અમૃત પીવા મળશે ત્યારે સમજાશે કે એ પ્રયાસ કેવો અચિંત્ય કારગત બનેલ છે. ભાવી અનંતકાળને અવર્ણનીય સુખ-શાંતિતૃપ્તિથી ભરવાનો એ અપૂર્વ ઉપાય છે. અભ્યાસે એ સુગમ-સહજ બની શકે છે.
અહો, જ્ઞાન-ધ્યાનનો મહિમા... વાણીથી એ શું કહી શકાય ? જગતની કોઈ પણ ઉપમા એ અતુલ આનંદને દર્શાવી સમજાવી શકવા સમર્થ નથી. એના વિનાનું જીવન ખરે જ બેકાર છે. નિસ્સાર કૂચા જેવું છે. એ પરમરસ ન પીધો એનું જીવન – મનુષ્યજીવન ખરે જ વ્યર્થ છે.
DONS મનની ગતિવિધિઓને સમ્યફ પ્રકારે સમજવા માટે પણ મનનું તદ્વેળા શાંત થઈ જવું ખૂબ જરૂરી છે. અથવા મન જ્યારે સ્વાભાવિક થોડી શાંતિમાં હોય ત્યારે મનની ગતિવિધિઓ સમજવાનો આયાસ થાય તો જ મન આપણા વશમાં આવી શકે.
થોડાઘણાં સમય માટે મનની તમામ ગતિનું થંભી જવું એનું નામ ધ્યાન છે. મન શાંત પડે તો જ સ્વના સાક્ષાત્કારની તક ઊભી થાય. શાંત અને પોતે ખરેખર કોણ છે ? – પોતાનું મૂળસ્વરૂપ શું છે ? – એ પકડવા યત્ન-પ્રયત્ન થાય તો સ્વરૂપની સાચી ભાળ મળી શકે.
આહાહા.... આત્માનો મૂળ સ્વભાવ એટલો સુરમ્ય છે કે જગતનો કોઈ અન્ય પદાર્થ એવો રમ્ય નથી. સ્વભાવમાં રમમાણ થવાની જે રસમસ્તિ છે એ એવી અલૌકિક આહૂલાદક છે કે એની પાસે જગતના તમામ રસ ફીકાં છે. સ્વભાવ જેણે લબ્ધ કર્યો એ નિશ્ચયે ભવ તર્યો.
હે સાધક ! તું થોડા સમય માટે જગતના તમામ પ્રલોભનોને વિસારે પાડી; શાંત થઈ સ્વભાવમાં કરવાનો મહાવરો પાડ – સ્વભાવ તન્મય રહેવાનો મહાવરો પાડ. તારા ચૈતન્યસ્વભાવનું એવું રૂપાંતર થશે કે કરોડો ભવોના તપ કરતાં પણ એ અભ્યાસ વધુ કારગત નીવડશે.
હે આત્મન્ ! તું તારો પરમસાથી બનીશ તો જે અપૂર્વ અને ‘અખંડ સુખાસિકા (સીખતા) ઉત્પન્ન થશે એની તુલના કરવા જગતની કોઈ મંત્રી લગીર સમર્થ નથી. ભલો થઈને... બીજી જંજાળ ભૂલી, તું તારો પરમમિત્ર બનીજા...