________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે સુજ્ઞ આત્મન્ ! કરુણા તારે કરવી જ હોય તો સર્વથી અત્યાધિક કરુણાપાત્ર તારો પોતાનો આત્મા જ છે એમ તું નિઃસંદેહ જાણ. તળાવ પર્યંત આવી એ તરસ્યો રહ્યો છે ! પહેલા જાતની તૃષા સુપેરે છિપાવ – બીજી વાત પછી વિચારજે.
૧૧
NOGT
હે સુખશીલીયા જીવ ! તું જો મનને ધીરજથી મનાવીને રુપૂિર્વક સંયમગુણ નહીં ખીલવ તો એ વિના સહજ સ્વરૂપધ્યાન શે સાધી શકીશ ? હઠથી નહીં પણ હાર્દથી તારે સંયમની રુચિ કેળવવી જ રહી અંતર્મુખી રુચિ વધારવા બહિર્મુખી રુચિ સંક્ષેપવી જ રહી.
70
અનુભવી પ્રાજ્ઞજનો તમામનો એ બાબતમાં તો એક મત જ છે કે અસંયમ આખર તો આકુળતા અને વ્યાકુળતા જ નીપજાવે છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, કર્ણેન્દ્રિય આદિ કોઈ પણ ઇન્દ્રિય સંયમ અર્થાત્ મર્યાદા ચૂકે ત્યારે નિશ્ચયે હાનિ નીપજાવે છે.
મહાવીર જેવી અંતરંગ આત્મદશા ન ઘડાય ત્યાં સુધી મહાવીરના સંયમ-તપની નકલ કરવી સમુચિત નથી. અંતરંગ વિરક્તતા સહજ પાંગરતી જાય તેમ તેમ તપ-સંયમની પ્રગતિ થવી ઘટે છેઃ એમાં કઠોરતાનો નહીં, કોમળ પરિણતિનો સવાલ છે.
GN
સમજણ...સમજણ...સમજણ વડે ખૂબ ખૂબ કેળવાયેલી એવી અહિંસા, સંયમ અને તપની સહજ અભિરૂચી ખીલેલ હશે તો સ્વરૂપ પીછાણવાનું, સ્વરૂપમાં ઠરવાનું, સ્વરૂપમય બનવાનું ઘણું સુગમ બની રહેશે. ~~~
આજના માનવજીવનની મોટામાં મોટી કરુણતા હોય તો એ છે કે જીવનમાં કોઈ વાતે લેશ સંયમ નથી. નથી મનનો લેશ સંયમઃ નથી વાણી ઉપરનો સંયમઃ નથી કાયાનો કે ઇન્દ્રિયોનો લગીર સંયમ. ત્યાગની મસ્તીની વાત તો દૂર – (સંયમપૂર્વક) ભોગવતાય આવડતું નથી !!
ઈચ્છાઓને બેહદ ભડકવા ન દેવી અને એ મર્યાદામાં જ ઉત્પન્ન થાય-પણ મર્યાદા બહાર ઉત્પન્ન જ ન થાય એવી મનઃસ્થિતિ ઘડવી - એવી સમજણ કેળવવી એ પણ તપ છે. આજના માનવીએ બને તેટલો આવો તપના અભ્યયાસ કેળવવા જેવો છે.