________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અન્ય કોઈ વૃત્તિ-કૃત્તિમાં સાધકને રસ નથી. જામેલી આત્મવૃત્તિમાંથી એવી ગહન સૌખ્યતા સંવેદાય રહી છે કે, રસલીન થયેલો સાધક – એક આત્મવૃત્તિ સિવાય – દુન્યવી તમામ વૃત્તિ-પ્રવૃત્તિ પ્રતિ સાવ ઉપેક્ષાવાન બની જાય છે. આનું નામ સામાયિક છે.
-
70
પાંચ ઇન્દ્રિયોનાં તમામ વ્યાપાર સમેટાય જઈને વૃત્તિ સંપૂર્ણપણે સ્વરૂપમાં સમાય જાય ત્યારે સાધકની ચોમેર એવી સ્તબ્ધતા વ્યાપી જાય છે કે; સાધક એક સૂના મંદિરની જિનપ્રતિમા જેવો જ બની રહે છે. પોતાનાં ‘અનાદિ અનંત' શાંતસ્વરૂપનું ત્યારે જીવંત ભાન થાય છે.
આપણાં અસ્તિત્વની નિગૂઢમાં એક અક્ષય શાંતિનો ઝરો વહી રહ્યો છે. એ ઝરામાં જેણે ડૂબકી લગાવી છે એ સમતારસનો ભંડાર બની જાય છે. સંસારનાં સુખ-દુઃખ, હર્ષ-શોક ઇત્યાદિ તમામ દ્વંદ્વોથી એ પર બની; સમત્વનાં સાગરમાં લયલીન થઈ જાય છે.
70
ઇન્દ્રિયજન્ય વિષયોની સન્મુખ થતા જેને ચંચળતા વ્યાપે છે – અર્થાત્ ચિત્ત હાલકડોલક થઈ જાય છેઃ એ પુરૂષ ખરા અર્થમાં ધ્યાની નથી. અથવા એનું ધ્યાન હજુ સઘનભાવે જામ્યું નથી. અતીન્દ્રિય આનંદનાં ઘુંટ એણે હજું પીધા નથી.
ધ્યાનની ધૂન જેના ઉપર સવાર થઈ એને પ્રણયની પણ ધૂન સ્પર્શી શકતી નથી; એવો એ પુરૂષ પરમ આત્મતૃપ્ત હોય છે. સ્વથી જ એવી અવગાઢ સંતુષ્ટિ સાંપડે છે કે પરની હુંફની એને લગીરેય જરૂરત રહેતી નથી. જોગીઓ જંગલમાં અમસ્તા નો'તા સમાઈ ગયા...
70
ધ્યાન સમજણને ઊંડી અને વિશદ બનાવે છે. ધ્યાની જેવો શાણો ને ગંભીર નર બીજો ગોત્યો મળવો નથી. ધ્યાન વિચારણાને સૂક્ષ્મગંભીર અને તલસ્પર્શી બનાવે છે. – એ વડે એવો પરમ વિવેક નિષ્પન્ન થાય છે કે મોહાંધતા ટકી શકતી નથી. માંહી ડૂબે તે મહિમા જાણે' એવી વાત છે.
0TM
ધ્યાની નર જગત સમક્ષ કે પરિવારજનો સમક્ષ કોઈ અપેક્ષાથી હાથ લંબાવતો નથી. એનું અંતર દારિદ્રય સાવ નિર્મૂળ થઈ ચૂક્યું હોય છે. સમ્રાટને ય શરમાવે એવી એની નૈસર્ગિક ખુમારી હોય છે. કોઈ દુર્લભતોષની પ્રગાઢ છાયા એનાં અંતરમાં છવાયેલી રહે છે.