________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
ઘણાં સાધકો ભોગ અને યોગ બન્નેની વચ્ચે ઝોલાં ખાય છે. કહેવાની જરૂર નથી કે તેઓ યોગ જેવા પરમોચ્ચ પદાર્થને સમજ્યા જ નથી. જ્ઞાન-ધ્યાન દ્વારા જે અનહદ પરમાનંદ પ્રગટ થાય છે એની ઝાંખી પણ એમને નથી. – રત્ન અને પથ્થરનાં ટુકડાને સમાન જાણનારને શું કહી શકાય ?
ખરેખર આ પામર મનમાં જ્યાં સુધી વિષયોનું મૂલ્ય છે ત્યાં સુધી નિ થયે એણે ઠરીને કદિ સ્વભાવગત અનિર્વચનીય શાંતિનો અનુભવ કરેલ નથી જ. એ અનિર્વચનીય અનુભૂતિની ઝલક પણ લાવે તો વિષયરસો તો નિસર્ગત નગણ્ય થઈ પડે છે.
અંતર્યામિનાં મિલાપની અનિર્વચનીય અનુભૂતિની એક આછેરી ઝલક પામી લીધા પછી. તત્કાળ કદાચ મોત પણ આવી જતું હોય ને સમગ્ર જગતથી અલવિદા થઈ જવાનું સંભવી જતું હોય કદાચ: તો પણ એ ઝંખવ્ય છે એ જ જીવનની પરમ સાર્થકતા છે.
કોઈ અન્ય વ્યક્તિમાં અર્થાતુ પરચેતનામાં ધ્યાન જેટલું ગહેરૂ જાય એટલો એ આત્મધાત નિશ્વયે નોતરે છે અને ધ્યાન જેટલું જેટલું સ્વચેતનામાં ગહેરૂ જાય એટલો આત્મવિકાસ નિઃસંદેહ થાય છે. ધ્યાનનો પ્રવાહ કઈ બાજું જાય છે એનાં ઉપર વિકાસ કે વિનિપાતનો મદાર છે.
ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ માટેની અને અનિષ્ટ સંયોગોમાંથી છૂટવાની તડપનને જ્ઞાનીઓ દુર્બાન કહે છે. – કારણ મનનો એ વ્યર્થ ઉત્પાત માત્ર છે, જે મનને ચંચળ-વ્યગ્ર અને મલીન બનાવે છે. માટે દુર્ગાનથી બચવા સર્વ ઇષ્ટ-અનિષ્ટનાં ખ્યાલમાંથી મુક્ત થઈ જવું.
અર્થ અને કામનાં જ ધ્યાનમાં જેતલ્લીન રહે છે એ અનુપમ આત્મધ્યાનને કદીપણ પામી શકતા નથી. માનવને મળેલી અપૂર્વ ધ્યાનશક્તિનો આવો કરૂણ ફેજ કરનાર પુનઃ મનુષ્યાવતાર પામતા નથી. જ્ઞાનીઓ આવા દુર્ગાનથી બચવા માટે ખૂબખૂબ ચેતવે છે.
સ્વરૂપનાં ધ્યાનથી હૈયે એવો પ્રગાઢ જંપ વળે છે કે સંસારનાં કોઈ અજંપા ઝાઝું સતાવી શકતા નથી. જેટલું સ્વરૂપધ્યાન અવગાઢ એટલી કંપની સઘનધારા હૈયામાં વિલસી રહે છે. ધ્યાનીનર તો આત્મતૃપ્ત છેઃ ગહન આત્મતૃપ્તિનાં કારણે દુન્યવી કોઈ અતૃપ્તિ વેદાતી જ નથી.
T