Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ વિચાર વાદળીઓ પસાર થતી જાણી ચંડાલણી તો ભયની મારી ત્યાંથી છ પાંચ ગણી ગઈ. રખેને રાજા કપાયમાન થઈને પોતાનું જ સર્વ નાશ કરી ન નાખે ? મોટા લોકોનો વિશ્વાસ છે ? એક ધ્યાને જોતાં અચાનક રાજાની નજર બાજુબંધ ઉપર રહેલા “જયસેન એ અક્ષર તરફ ગઈ જયસેન એ અક્ષર જોઇને-ખાતરી કરીને રાજા ચે અકસ્માત જાણે વિજળીનો આંચકે લાગ્યું કે શું ? વરસાદના, વિજળીના, વાયુના અને ધરતીકંપના અકસ્માતો જ્યારે બને છે ત્યારે આ ધરતી ઉપર આશ્ચર્યજનક ફેરફાર થાય છે, પરંતુ એક સતીઓમાં શિરમણિ. નારીને કલંકિત બનાવી ભયંકર શિક્ષા કરી દેવાની ભુલ સમજાય છે, ત્યારે તો એ માનવીની બુદ્ધિનાં દેવાળાં દેખાઈ આવે છે. ઇતિહાસનો પ્રવાહ પણ ત્યારે તે બદલાઈ જાય છે અને તેથી ગર્ભવતી સતી સાધ્વી સીતાજીને વનવગડામાં એકાકી રખડતી મૂકનાર રામના કૃત્યને આજે પણ કેઈ વખાણતું નથી. - જયસેન તો કલાના ભાઈનું નામ ! શું કલાવતીના પિયરથી કેઈ આવ્યું છે કે ?" મનમાં વિચારી રાજાએ ગજષ્ટિને ત્યાં પહેરગીર મેકલીને ગજશેઠને બોલાવ્યા. રાજાના હૃદયમાં તે દરમિયાન અનેક ઉકાપાત મચી રહ્યા. ધરતીકંપની માફક એનું મજબુત શરીર કંપાયમાન થવા લાગ્યું, રાજા આકુળવ્યાકુળ થઈ ગયા અને . જરા પણ તપાસ કર્યા વગર એકદમ મેં આ શુ હોળી જિગાવી ? - ગજશેઠ મહારાજની સમક્ષ તરતજ હાજર થયા એને જોતાંજ રાજા થથરાતો બોલ્યો, “બોલ? બોલ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust