Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 428 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમુક સાધુ તો સૂત્ર પણ બરાબર વાંચતા નથી. કેટલાક સ્વાધ્યાય વગર પોતાનો પ્રમાદમાંજ કાલ વ્યતીત કરે છે. ) એ રીતે અનગાર મુનિઓના પ્રતિદિવસ અવર્ણવાદ - બોલતાં મુગ્ધ શ્રાવકોનાં મન તેણે સાધુ ધર્મથી ભષ્ટ કરી દીધાં. . એ મોહન-સાધુ નિંદન પ્રતિદિવસ સાધુ ધર્મની હીલના કરીને સમય નિગમન કરતાં તેણે મહા પાપકર્મ ઉપાર્જન કર્યું. એ પાપના જોરે તેને આ ભવમાં મુખપાકનો રેગ થયે એ રોગમાંજ મૃત્યુ પામીને વિંધ્યાચળની તળેટીમાં હાથી થયો. ભિલ્લોએ હાથીને પકડી નગરીમાં વેપે તેને વણકે એ ખરીદ કર્યો. વણીકમહાજને રાજાને અર્પણ કર્યો. આ શૂરવીર હાથી યુદ્ધમાં ઉપયોગી થશે એમ જાણી રાજાએ એને વૃદ્ધિ પમાડયો. ભવાંતરના - સ્વભાવથી હાથીના ભાવમાં પણ તે યતિઓને દ્વેષી થયો, એક દિવસે મનમાં સ્વાધ્યાય કરતા સાધુઓનો શબ્દ સાંભળી ક્રોધથી ધમધમતો હાથી આલાન સ્તંભ તોડી - સાધુઓને હણવાને દેડિયો પણ માગમાં એક ખાઈમાં પડયો. જેથી એનો દેહ ભાગી ગયો. એના કુંભસ્થળમાંથી મેતી કાઢવા માટે રાજપુરૂષોએ એનું મસ્તક ફાડી નાખ્યું આ * ધ્યાને ત્યાંથી મરણ પામી રત્નપ્રભા નામે પહેલી નરકને અતિથિ થયે, ત્યાં ખુબ પાપનાં ફળ ભોગવી ચેન પક્ષી થયે એ ભવમાં ખુબ પાપ કર્મ કરી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી નિકળીને સિંહ થા. એ ભવમાં ખુબ જીવહિંસા કરી પંકપ્રભા નરક પૃથ્વીમાં ગયા ત્યાંથી નિકળી ધનપુર નગરમાં કામલી વણીકના ઘેર પુત્ર - પણે ઉત્પન્ન થાય તેનું નામ સુમિત્ર - તે સમયે જીનપ્રિય સાતમા દેવલોકથી આયુક્ષયે તે જ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust