Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 492 92 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાનાં વચન સાંભળી શ્રેષ્ઠી બેલ્યો. “દેવ ! મારા નગરમાં આશ્ચર્યને કરનારૂં એક ઉત્તમ ચારિત્ર જેઈ વિસ્મયથી મારું હૃદય ફાટી જતું હોય તેવી રીતે હું તેને કહેવા પણ સમર્થ નથી. તે પણ આપના દર્શનને અભિલાષી ને એ ઉત્તમ ચરિત્રનો વિચાર કરતો હું અહીંયાં આવ્યો છું મહારાજ ! જે કે એ સર્વેને કહેવા તો અસમર્થ છું છતા હું એમાંથી સારભૂત કંઇક તત્વને કહીશ.. સુધન સાર્થવાહની વાણી સાંભળી રાજા સહિત બધી સભાને કંઇક નવાઈ લાગી. “અરે ! કેવું હશે એનું એ ઉત્તમ ચરિત્ર ?' રાજાએ ધિરજથી કહ્યું. “તમે જે ચરિત્ર જોયું તે અહીંયાં આ રાજસભા આગળ કહે.” એ ચરિત્ર અવશ્ય આપની આગળ કહીશ, દેવ !' જેવું એ અદ્દભૂત અમારા નગરમાં બન્યું છે, તેવું જ બીજું અદ્દભૂત આશ્ચર્ય અહીંયાં બનવાનું છે સ્વામી! જ સુધનની વાત સાંભળી બધા નવાઈ પામ્યા, ને રાજાએ પૂછ્યું “હે શ્રેષ્ઠી ! એ કેવુંક અદ્દભૂત છે તે કહે !" રાજાની આજ્ઞાથી સુધન શ્રેષ્ઠીએ તે અદ્દભૂત ચરિત્ર શરૂ કર્યું. 5 ગુણસાગર “આ ભરતાર્ધમાં કરદેશને વિષે ધનધાન્યથી ભરપુર, સુખી અને સમૃદ્ધ એવું હસ્તિનાપુર-ગાજપુર નામે નગર આવેલું છે. એ નગરને હું રહેવાસી હોવાથી અમારા. નગરમાં બનેલું એ કૌતુક હવે સાંભળો, કારણ કે જે. કૌતુક સાંભળવાથી ભવ્યજીને બોધ થાય ને વૈરાગ્ય પામે એ. કૌતુક પણ મહાન અને ઉદાર સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust