Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 513 એ પ્રમાણે કેવલજ્ઞાની ભગવાન પૃથ્વીચંદ્ર રાજર્ષિની દેશના સાંભળી પોતપોતાની શક્તિ પ્રમાણે કેઈએ સાધુધર્મ તો કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો, તે વારે કેવલી ભગવાનની માતા પદ્માવતી દેવી બોલ્યાં, “હે ભગવન! અહંદુધર્મના જાણકાર એવા અમારે તમારે વિષે આટલો બધો નેહ કેમ છે? , - તેમના પ્રશ્નના જવાબમાં કેવલી ભગવાન બોલ્યા, પૂર્વ ભવને વિષે આ મારા પિતા જય નામે રાજા હતા. 'તમે પ્રિયમતી નામે માતા ને હું કુસુમાયુધ નામે તમારે પુત્ર હતો. ત્યાં સારી રીતે સંયમની આરાધના કરવાથી તમે વિજયનામે અનુત્તર વિમાનમાં દેવપણે ઉપન્ન થયાં ને હું સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધ નામે મહા વિમાનમાં દેવ થયો. ' . ' - એ વિજય વિમાનમાંથી ચ્યવી તમે બન્ને અહીયાં પણ પૂર્વના ક્રમ પ્રમાણે મારા માતા પિતા થયાં. જેથી ભવાંતરનો તમારે સ્નેહ આ ભવમાં પણ વૃદ્ધિ પામતો રહ્યો છે. કેવલીના વચનથી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે પોતાના પાછલા ભવ જોયા ને વૈરાગ્યની તીવ્ર ભાવના જાગ્રત થઈ. આ શુભ ભાવના જાગ્રત થતાં એ રાજારાણીને પછી તો ત્યાંજ કેવલજ્ઞાન પ્રગટ થયું. ભક્તિમાન એવા સુધમે છે એ કેવલજ્ઞાન નિમિત્ત મહોત્સવ કર્યો, ને પોતાની ભક્તિ બતાવી. આ સમયે અયોધ્યા નગરીમાં મહા આનંદ આનંદ પ્રસરી રહ્યો એટલું જ નહિ પણ બધા વિશ્વમાં આનંદ પ્રસરી રહ્યો, કારણકે બધા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરે તેવે એ પ્રસંગ હતો, , સુધન સાથે વાહ કેવલી ભગવાનને નમી બે Jun Gun Aaradhak Trust