Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text ________________ એક્વશ ભવનો સ્નેહસંબંધ 507. તાથી વિકટ એવા રાજ્યરૂપ યંત્રના ચક્રમાં પડી ગયા.. હા! તે દિવસ કયારે આવશે. કે ગુણોએ ગરિષ્ઠ એવા. મુનિજનનાં દર્શન કરી તેમના ચરણે નમીશ ગુરૂની ભક્તિ કરતાં રત્નત્રયીને ધારણ કરનારે હું કયારે થઈ ? : મારા શરીરરૂપી મકાનમાં ક્ષમારૂપ લક્ષ્મી કયારે કીડા કિરશે ? શુન્ય ગૃહમાં કે ખંડેરમાં, સ્મશાનમાં કે પર્વતના અગ્ર ભાગ ઉપર, વનમાં કે સરિતાના તટ ઉપર સમતા, રસને ઝીલતો ને ધ્યાનમાં એકાગ્ર એવા કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભે હોઉં એ દિવસ મારે ક્યારે આવશે? - શુભ ભાવના ભાવતા પૃથ્વીચંદ્ર રાજા સંવેગના રંગથી શેભતા અપૂર્વ કરણથી ક્ષેપક શ્રેણિએ આરૂઢ થયા શિવ મંદિરમાં પહોંચવા માટે ત્યાંથી અનુક્રમે પગથીયાં ચઢવા લાગ્યા. અનક્રમે તે ક્ષીણ મોહનામા બારમા ગુણસ્થાનકે પહોંચી ગયા. ત્યાં અંત સમયે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ઘનઘાતિ કર્મને નાશ કરી નાખ્યો. જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પાંચ એરૂપ ર્ચોદ પ્રકૃતિ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણ સ્થાનકે આવ્યા. રાજા પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાની પૃથ્વીચંદ્ર થયા. તે સમયે સૌધર્મ ઈ દેવતાઓ સાથે ત્યાં આવી મુનિવેષ અર્પણ કરી કેવલજ્ઞાનનો મોટો મહોત્સવ કર્યો. સુવર્ણ કમલ ઉપર બીરાજમાન પૃથ્વીચંદ્ર કેવલ. જ્ઞાનીને મસ્તક નમાવી નમસ્કાર કરતા ઈંદ્ર તેમના ચરણને સ્પર્શ કરતા ભક્તિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા. ““હે નિર્દોહી ! હે મોહને જીતનારા ! તમે જય પામો ! હે રાજ્ય રૂદ્ધિમાં નિસ્પૃહ વૃત્તિવાળા ! હે રોષને ત્યાગ કરના ! હે દોષ રહિત એવા તમે જયવંતા રહો ! સંસાર AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541