Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ - - એકવીશ ભવને સ્નેહસંબંધ 505 દુંદુભિ વગાડવા લાગ્યા. સુગંધિત જલની એના મકાન આગળ વૃષ્ટિ કરવા લાગ્યા. પંચવર્ણ યુક્ત પુષ્પના ઢગ આંગણામાં પડવા લાગ્યા, દેદીપ્યમાન કુંડલોવાળા દેવોથી ગુણસાગરનું ભવન આચ્છાદિત જોઈ નગરીના લોકે આશ્ચર્ય પામતા છતા બાલવા લાગ્યા. “અહો ! અહા ! ગુણસાગરના વિવાહમાં તે એના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓ પણ વર્યાપન મહોત્સવમાં ભાગ લેવા આવ્યા ને શું ? જ્યારે દેવતાઓ એના ભવન ઉપર આકાશમંડળમાં રહીને નૃત્ય કરતા ને દેવદુંદુભિ વગાડતા શું ચિંતવતા હતા ? બોલતા હતા કે “અહો ! આશ્ચર્ય! આશ્ચર્ય ! મોહના રાજ્યમાં રહેલા આ આત્માઓએ મેહરૂપી મહામલ્લનો નાશ કરી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ કરી. તે પછી દેવતાઓએ તેમની સમક્ષ પ્રગટ થઈ–હાજર થઈ સાધુનો વેષ આપે. સાધુ વેષધારી તેમને નમસ્કાર કરી દેવતાઓએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો આ વૃત્તાંત જોઈ-જાણી ગુણસાગરનાં માતાપિતાને પણ ધર્મયાનની ભાવના આવતા ધર્મધ્યાનથી વધતાં વધતાં શુકલધ્યાન પ્રગટ થયું ને કર્મને નાશ થતાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, આ બધા વૃત્તાંતની રાજાને ખબર પડતાં શ્રીશેખર રાજા આશ્ચર્ય પામતો ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક કેવલજ્ઞાનીને નમસ્કાર કરી તેમની આગળ હાથ જોડી બેઠે, તે સમયે હે દેવ ! હે પૃથ્વીચંદ્ર નરેશ ! હું તમારા નગર તરફ આવવાની તૈયારી કરી રહેલા વાહન, નૃત્ય વગેરે રવાને કરી નિકળવાની તૈયારીમાં હતા તે દરમિયાન આ વૃત્તાંત જાણવાથી આશ્ચર્ય પામેલે હું ત્યાં ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust