Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા તુ હવે માયારૂપી ગૃહમાં પડે છે. સ્ત્રી એ માયાનું મંદિર છે. ચેરીમાં બેસી જે વેદિકા પછવાડે ચારવાર ફેરા ફરવા પડે છે તે કહે કે સ્ત્રીરૂપી માયાગ્રહમાં પ્રવેશ કરવાથી તારે ચારે ગતિમાં ભ્રમણ કરવું પડશે. રાત્રીને વિષે સર્વ સમક્ષ એક બીજા કંસાર ખવડાવે છે તે શું સૂચવે છે. નારીના સમાગમમાં આવી હે જીવ! તું આજથી લાજ અને કુલાચાર બધું ગુમાવી બેઠે. બ્રાહ્મણ કહે છે કે પુણ્યાતું, પુણ્યાતું, સાવધાન, સાવધાન, એ શું કહે છે ? એ કહે છે કે આજ સુધી તારે પુણ્ય દિવસ હતો. હવેથી તારે પાપદિન આવવાનો છે માટે સાવધાન-હજી પણ સમય છે માટે ભાગી જા, નાશીછુટ.” આ બધુ સમજાવવા છતાં મૂર્ખ જીવ સમજતા નથી ત્યારે વરમાળા વરના ગળામાં નાખી તેને સંસારને વિષે પાડવામાં આવે છે. એવી એ વિવાહ વિધિ સાક્ષાત્ વિડંબનારૂપ હોવા છતાં ભારે કમ જીવ તેને કોઈ પણ પરમાર્થ સમજી શકતો નથી, પણ રાજી થાય છે. કર્મથી લેપાય છે. અંતર્દષ્ટિથી વિચાર કરતા ગુણસાગરને વિવાહ વિધિ એ રીતે સમાપ્ત થઈ ગયો. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ હજાર પુરૂષે વહન કરે તેવી શિબિકામાં આઠે કન્યાઓ સાથે આરૂઢ થયો. સ્વજન પરિવારની સાથે મંગળમય. વાદિત્રોથી સત્કાર કરાતો તેમજ સૌભાગ્યવતી સ્ત્રીએથી સ્તુતિ કરાતો ગુણસાગર પોતાના મકાન તરફ ચાલ્યો પુત્રના લગ્નથી માતા પિતાના હર્ષનો તે કાંઈ પાર નહોતા ગુણસાગરને કેવલજ્ઞાન થાય છે. ' આઠ કન્યાથી શુભતા વરરાજાના ભાગ્યની પ્રશંસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust