Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 474 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરિચછેદ 11 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. એકવીશમા ભવમાં वर्धमानजिनो जीयाद्, वर्धमानगुणान्वितः / वर्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् // 1 // ભાવાર્થ—અનેક ગુણવડે વૃદ્ધિ પામેલા-ભરેલા તેમજ પાપને નાશ કરનારૂં જેમનું શાસન વર્તમાન કાલમાં જયવંતુ. વર્તે છે એવા શ્રી વર્ધમાન સ્વામી જયવંતા વર્તા, જય પામો ! આ જંબુદ્વીપના દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં રમણીય કોશલ નામે દેશ આવેલ છે. લક્ષ્મીને કીડા કરવાનું સ્થાન એવા એ મનહર દેશમાં સ્વર્ગપુરીની શેભાનો પણ તિરસ્કાર કરે એવી શત્રુઓથી અછત અયોધ્યાનગરી. આવેલી છે જેની રચના પ્રથમ જીનેશ્વરના રાજ્યકાળ હરિના વચનથી દેવતાઓએ કરેલી છે. એવી અજીત. અધ્યા નગરીમાં સિંહસમાન પરાક્રમી હરિસિંહ નામે. રાજા હતો. પ્રજાનું પિતાસમાન પાલનકરનારે, અથીજનને ખુબ દાનથી સંતોષ આપનારા આશ્રિતને ક૯૫. કુમ સરખો ને શત્રુઓનું નિકંદન કરનારો એ રાજા રાજ કરતે છતે પ્રજા સુખી અને સમૃદ્ધિવાન હતી. આ રાજાને પદ્મ સમાન લોચનવાળી, રૂપવાન અને. ગુણવાન પદ્માવતી નામે પટ્ટરાણી હતી. રાજા, દિવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust