Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 478 હે બટુક ! સંસારમાં તે જ્ઞાનીને ડગલે ને પગલે વૈરાગ્ય જણાય છે. પણ કેશવ બટુકની માફક કદર્થના ખમવા છતાંય આમને વૈરાગ્ય ન આવે તો પછી દોષ કોને? એ કેશવ કેણ?” બટન પૂછવાથી કુમારે કેશવનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું. કેશવ બટુક પૂર્વે મથુરાનગરીમાં દરિદ્રી એ કેશવનામનો બટુક (વિપ્ર) રહેતો હતો, તેને કપટી, કુશીલા, કુરૂષા અને કલહ કરનારી કપિલા નામે પ્રિયા હતી. કુનારીનાં લક્ષણને ધારણ કરનારી એ કપિલાનારી શાસ્ત્રમાં કહેલા કુલક્ષણોથી ભરેલી હતી, પિંગલ નેત્રોવાળી, કર્કશ શબ્દ- . વાળી, ઉંડા કલવાળી, સ્થલ જઘાવાળી, ઉદર્વ કેશવાળી, લાંબા છુવાલી, લાંબા મુખવાળી, દીર્ઘ નાસિકાવાળી તેમજ જેનાં તાલુ, હવા અને હોઠ (8) શ્યામ છે એવી દુર્બળ અંગવાળીને વિષમ કચયુગલવાળી નારી પતિ અને પુત્રથી રહિત હોય છે એવી ભ્રષ્ટ શીલવાળી નારીને પુરૂષોએ ત્યાગ કરો, - ત્યાગ કરવા યોગ્ય નારી કપિલા સાથે પાનુ પાડી કેશવ બટુક દુ:ખે દુ:ખે દિવસે પસાર કરતો હતો. અન્યદા કપિલા ગર્ભવતી થઈ ત્યારે કેશવને કહેવા લાગી. “ધી, ગેળાદિક પદાર્થ મારે માટે ખરીદ કરવાને તમે દ્રવ્ય લઈ આવે. કપિલા ધડાકો સાંભળી કેશવનું હૈયું ધડક્યું. કપિલાનાં વચન સાંભળી કેશવ બોલો.” દ્રવ્ય ઉપાર્જન કરવાનું તો હું કાંઈ પણ જાણતો નથી. તું કાંઈ જાણતી હે તો ઉપાય બતાવ. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust