Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ ---- એકવીશ ભવનો સ્નેહસંબંધ તેમ જીવ પણ વિષયવિલાસમાં બધુ હારી નારક, તિર્યંચ આદિ નિરૂપ અનેક દેશમાં ભ્રમણ કરવા લાગ્યો, ભ્રમણ કરતાં કેશવ જેમ કઈ ગામમાં દહિ સહિત ભાત ખાવા લાગ્યો તેમ જીવને કેઈક ભવરૂપ ગામમાં ધર્માચાર્યને મેલાપ થયો. તેમણે તપરૂપી દહિ સહિત એદનનું દાન કરાવવાથી–આપવાથી કઈક સ્વસ્થ થયો. કેશવે જેમ મોટા વડલાના વૃક્ષ નીચે નિદ્રા લેતાં સ્વમામાં રત્નોને સમુહ જે તેમ જીવ પણ એ તપના. પ્રભાવથી કઈ મોટા કુળમાં-ધનાઢયના કુળમાં જન્મ: ધારણ કરી શક્તિને દુરૂપયોગ કરતો મેહરૂપી મદિરામાં મસ્ત બનેલે મોહનિદ્રામાં પોઢી ગયે-ક્ષણ ભર વિભાગ સોમાં રાચી ગયે. આત્માનું ભાન ભૂલી ગયો. કેશવ જેમ કપિલનું સ્મરણ કરતે પોતાને ઘેર ગયો તેમ જીવ પણ કર્મ પરિણતિને સંભારતાં પાછો . મનુષ્ય ભવમાં આવ્યો કેશવ જેમ નહિ હોવા છતાં પોતાના.. ઘરમાં લક્ષ્મીના અસ્તિત્વને માનતો ઘેર આવી. ઉધારમાલ લાવી ખાવામાં તેમજ સ્વજનોને જમાડવામાં આનંદ. માનવા લાગે તેમ જીવ પણ હાથી, ઘોડા, રથ, સેવક, દાસ, દાસી, ભંડાર, ભૂમિના પાલનથી શ્રમિત થયો હોવા છતાં પોતાને અનન્ય. સુખી માને છે તેમજ હાડ, માંસ, રૂધિર અને મલમૂત્રની કયારી જેવી છતાં બહારથી. મનોહર એવી યુવતીના સંગમાં આસક્ત થઈ. રમે છે. કામીજનની નફટાઈને તે કેશવની માફક કાંઈ પાર છે ? હાડ, માંસ, રૂધિર અને સ્નાયુથી બંધાયેલ સદા અસાર એવા કામિનીના વદનને કામીજને શરદ રૂતુના ચંદ્રમાની ઉપમા આપે છે. : લાળ પડતા અને દુર્ગધ યુક્ત તેમજ મલિનતંતવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust