Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ = = મને પણ ગઈ રાત્રીએ સ્વમ આવ્યું કે આપે રાજીખુશીથી કુમારને મોટા મહત્સવ પૂર્વક રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. ત્યારે તે દેવતાની માફક ત્યાંથી ઉડી પ્રાસાદના અગ્ર ભાગ ઉપર બેઠે ત્યારે આપે પિતાના હાથે તેને ત્યાંથી પાછા સિંહાસન પર બેસાડે ને હું જાગ્રત થઈ.” - પટ્ટરાજ્ઞીનાં વચન સાંભળી રાજા વિચારમાં પડે. મોટા ઉદયને સુચવનારું આ સ્વમ છે તો હવે મારે, વિચાર અમલમાં મુકવા દે. એટલામાં પ્રાત:કાલ થવાથી પિતાના ચરણમાં નમવાને કુમાર પૃથ્વીચંદ્ર આવ્યો. પિતાએ આસન આપી તે ઉપર બેસાડો. આસ્તેથી રાજાએ કુમારને સમજાવવા માંડ્યો. “રાજકુમાર ! જેને ઘેર તારા જે ગુણવંત કુમાર છે એવા અમને ધન્ય છે. ઉદુમ્બરના પુષ્પની માફક દુર્લભ એવા તને અમે મોટા પુણ્યથી–પ્રેમથી જોઈએ છીએ. હે પુત્ર! તને જોઈને અમે રેજને રે જ ખુબ ખુશી થઈએઃ છીએ કે જેવી રીતે શશીને જોઈ સાગર હરખાય છે. હે નંદન ! તું અમારી એક અભિલાષા પૂર્ણ કર કે જેથી અમારા આનંદનો પાર ન રહે, કે જે અભિલાષા. પૂર્ણ થવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. રાજાની વાણી: સાંભળી રાજકુમાર પિતાના વદન તરફ જતો મનમાં વિચાર કરી રહ્યો હતો. પિતાની શી અભિલાષા હશે, શું રાજમુગુટની ?" કુમારને વિચારવંત જાણી રાજાએ આગળ ચલાવ્યું, ‘‘કુમાર ! જે વેત છત્ર, ચામર આદિ સમૃદ્ધિથી વિભૂષિત ગજરાજ ઉપર આરૂઢ થયો છતો સલ સેનાથી પરવરેલ, તરૂણીવાની સાથે રાજમાર્ગો વિહાર કરતો. જ્યારે હું તને જોઈશ ત્યારે મારા આત્માને. હું ધન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust