Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 458 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ધર્મ આચરતાં અહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્રાદિક મહોત્સવ કરવા લાગ્યો. સંસારના ભાગો, ગીત, ગાન, નૃત્યાદિમાં એટલી બધી પ્રીતિ તેને થતી નહિ. જેવી પ્રીતિ જીનેશ્વરના ધર્મ ઉપર રાજાને હતી. એના રાજ્યમાં સર્વે આબાલગોપાલ. જીનેશ્વરના ધર્મને યથાશક્તિએ આચરનારા હતા એમની જીહુવા જીનેશ્વરના ગુણોની સ્તુતિ કરવામાં જ સાવધાન થતી પણ બીજી મલીન વાસનામાં પ્રીતિ ધરતી નહિ, નિષ્કલંક એવા આ નરપતિ રૂ૫ અપૂર્વ ચંદ્ર ઉદય. પામે છતે જગત ભરમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર નાશ. પામી ગયો હતો. એવા આ કુસુમાયુધ નરેશ્વરને રાજ-. શેખર રાજાની સુલક્ષણવંતી સુરૂષા પુત્રી કુસુમાવલી નામે પટ્ટરાણી હતી. રાજવૈભવ સાથે રમણીનાં સુખ ભોગવતા આ નરરાજને ઘણો સમય ચાલ્યા ગયા છતાં જતા એવા સમયની તેમને ખબર પડી નહિ. ' * વિજય વિમાનનાં સુખને ભોગવતો જયસુંદરને જીવ આયુ પૂર્ણ થયે ત્યાંથી એવી કુસુમાવલીના ઉદરમાં ઉત્પન્ન થયે તે સમયે નિશાના સામ્રાજ્યમાં પટ્ટદેવીએ સ્વપ્નામાં ધુમાડા વગરને અગ્નિ જોયો. જાગ્રત થયા પછી એ સ્વપ્ન રાજાને જણાવતાં રાજાએ કહ્યું તમારે મનેહર પુત્ર થશે. રાજાના વચન સાંભળી રાણી ગર્ભનું પાલન કરવા લાગી. - યથા સમયે પટ્ટદેવીએ મનોહર અંગોપાંગવાલા પુત્રને' જન્મ આપે રાજાએ પુત્રનો જન્મોત્સવ કરી મોટી. આડંબર પૂર્વક પુત્રનું નામ રાખ્યું કુસુમકેતુ. આ કુસુમકેતુ વૃદ્ધિ પામતો કલામાં પાવરધો થઈ અનુક્રમ નવીન રમણીય યૌવનમાં આ યૌવન વયમાં આવત” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust