Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 464 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અકારણ બંધુ એવા આપનો આદેશ હું અવશ્ય અંગીકાર કરીશ, ગુરૂનું વચન અંગીકાર કરી રાજા નગરમાં આવ્યો રાજાએ મંત્રીઓની સમક્ષ કુસુમકેતુ કુમારને આસન ઉપર બેસાડી પૂછયું, “હે કુમાર ! જગતમાં એવી નીતિ છે કે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાએ રાજ્યભાર સમર્પણ કરી મુક્ત થયું. રાજ્યભાર ઉપાડવાને સમર્થ તારા જે પુત્ર મને રાજ્ય ચિંતાથી મુક્ત કરે તો હું પાછલી અવસ્થામાં ગુરૂને જગ પામી આત્મહિત કરૂ. કારણ કે તે જ ખરા. પુત્ર છે કે જેમની સહાયથી પિતા ધર્મ સાધન કરી શકે. “હે પિતા ! રાત તત્વવાળા આપ જેવાને એ વાત. યુક્ત છે, હું એ ધર્મકાર્યમાં આપને અંતરાય કરતો નથી. કિંતુ પ્રા:તકાળે શય્યાનો ત્યાગ કરતાં પ્રથમ જે હું તમારું મુખ દર્શન કરૂં તો જ રાજ્ય, વૈભવ, સુખ બધુંય સફળ થાય. જે તમારૂં દર્શન ન થાય તો આ રાજ્ય, વૈભવ ઐશ્વર્યનું પણ મારે શું કામ છે ? બાપુ! જે રાજ્યમાં રહેવા છતાં ચંદ્રમા સમાન સૌમ્ય આપનું મુખ વારંવાર જોવામાં ન આવે એવા રાજ્યવડે પણ શું ? * પ્રજવલતા મકાનમાં પ્રિય એવા પુત્રને ત્યાગ કરી પલાયન કરી જવું તે હે તાત! તમને શું યોગ્ય છે? ભયંકર અરણ્યમાં મુગ્ધ એવા મૃગબાલ સમાન મારે ત્યાગ કરી જતા રહેવું તમને શેભતું નથી. સંયમની. અભિલાષાવાળા પુત્રને જાણી રાજા બોલે. - “હે વત્સ! તું હજી આશા ભરેલ નવયુવાન સંયમને શી રીતે આચરીશ ? ઇંદ્રિયોનું દમન, કષાયેનું વશપણે અને વિષયોને યૌવનવયમાં સ્વાધિન કરવા તે કાંઈ સરળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust