Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 434. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જેથી આ ભવારણ્યમાં તે ઘણે કાળ ભમશે, દુ:ખ દારિદ્રય દૌર્ભાગ્ય, રેગ, શાક અને સંતાપથી પરાભવ પામી અનેક દુ:ખો ભેગવશે. જન્મ, જરા અને મરણના અનેક કલેશેને સહન કરશે, પણ તું તો ચારિત્ર અંગીકાર કરી છે ભાગ્યવાન ! ભવસાગર તરી જા, 20 સુધર્મ ગુરૂની વાણી સાંભળી ગુણધર સંસારથી ભય પામતે બેલ્યો “હે ભગવન ! સમુદ્રમાં પડેલા સુમિત્ર હાલ ક્યાં છે તે કહે. 22 સમુદ્રના જલમાં તરફડતાં તેને મોટા જલચર જીવોએ ફાડી ખાધો, ત્યાંથી મૃત્યુ પામી સાકેતપુર નગરના દરિદ્ર બ્રાહ્મણની દુર્ગાના નામે સ્ત્રીથી પુત્રપણે ઉત્પન્ન થયે. - એક વર્ષ પછી મહાદુ:ખે એ બ્રાહ્મણીએ પુત્રને જન્મ ; આપો. પૂર્વના પાપકર્મથી જન્મ થતાં તે અંધ થયે, તેના માતા પિતાએ કેશવ નામ રાખ્યું. ધાસ, કાસ કંડ ચક્ષુ આદિ અનેક રોગથી ચુત કેશવ માતા પિતાને પણ ઉદ્વેગ કરનારે થયો છતાં તે વૃદ્ધિ પામે છે.” સુમિત્રની ભવ પરંપરાથી ઉદ્વેગ પામેલા ગુણધરે માતાપિતાની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર શાસ્ત્રના અધિષ્ઠાતા થઈને તે અનુક્રમે સૂરિ પદના ધારક થયા, એવા તે ગુણધર મુની રૂડી રીતે ચારિત્રને પાલતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા, તે જ હ. વિહાર કરતા કરતા હાલ તમને પ્રતિબોધવાને અહીંયાં આવેલું છું. વીરાંગદ રાજા ચારિત્રને પ્રભાવે સાતમા સ્વર્ગે ગયેલા ત્યાંથી આવી આ સાકેતપુર નગરમાં તમે પુરૂષોત્તમ રાજા થયા છો તો હે રાજન ! તમારે પણ હવે આરાધન કરવું તે જ એગ્ય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust