Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૪પ૩ કારોબાર તું કે ચલાવે છે? તું મંત્રી છતાં આ ચારિત્ર મારી પ્રજાને હરી જાય છે તે જોત-જાણતો નથી શું ? મેહરાજાનો કલકલાટ સાંભળી અવિવેક રૂપી મંત્રી બે “હે દેવ ! આપ પ્રસન્ન થાઓ, ખેદને દૂર કરી મારી વાત સાંભળો. પૂર્વે તમારા પિતાએ ચિર સ્થિતિ નામની તમારી માસીના વિવાહ સમયે જગતપુરમાંથી કન્યાદાનમાં એસે સીત્તેર નગર ભેટ આપેલાં હતાં, એ બધાંય તમારી માસીએ ધર્મરાજાના આશ્રય-આધિપત્ય નીચે મુક્યાં, ત્યાંના જે જે પ્રજાજનેએ ધર્મરાજાને આશ્રય લીધો તેમને ધર્મરાજા સુખ સમૃદ્ધિ આપવા લાગ્યા. જે લેકે અધિકાધિક ધર્મરાજાની સેવા કરવા લાગ્યા તેમને ખુબ આપવા માંડયું. ધર્મરાજાએ અહંત ચકી, બળદેવ, વાસુદેવ વગેરેની સમૃદ્ધિ પણ આપવાથી લેકે ધર્મમાં ઉજમાળ થવા લાગ્યા. સુખની ઇચ્છાએ પણ લેકે ધર્મની સેવા કરવા લાગ્યા. હે નરપતિ! મિથ્યાત્વ દર્શનાદિક તમારા મંત્રીઓએ દુર્ગતિમાં કે કેલા તમારા પ્રજાજને પણ ત્યાંથી કાળસ્થિતિ પૂરી કરી નિકળેલા તે પણ દુ:ખથી ખેદ પામેલા છતાં ધર્મરાજાની સેવા કરવા લાગ્યા, ધર્મરાજાનું રાજ્ય અનુક્રમે આ રીતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યું. - ચિરકાળ પર્યત રાજ્ય ભગવી ધર્મરાજાએ પોતાના યેષ્ઠ પુત્ર યુવરાજ ચારિત્રને રાજ્યપદે સ્થાપન કર્યો. પરેપકાર રસિક ચારિત્ર નૃપને દીનજને વિનંતિ કરવા લાગ્યા, “હે સ્વામીન ! મહારાજાના ભોથી પીડા પામેલા અમને તમારા શરણમાં 9. અમને નિર્ભય સ્થાનક બતાવો કે જ્યાં મોહ રાજાના સુભટે અમને પીડે નહિ.” એમની દીનવાણી સાંભળી ચારિત્ર ભૂપ બેલ્યા, “હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust