Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 112 તારે મા ર સમાગમથી પ્રિયાને પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે માટે તેને સ્વાધિન કરવા માટે, તારા જેવી સુંદરી પ્રાપ્ત કરી તારા સમાગમ સુખથી આ બળતા જીગરને પ્ત કરવા માટે, તારા જેવી પ્રિયાને મેળવી સુખી પ થવા માટે ? . રાજાનાં તલોહ સમાન વચન સાંભળી રતિસુંદરી વિચારમાં પડી. “અરે! આ મારા રૂપ લાવણ્યને ધિક્કાર થાઓ, એ રૂપમાં લુબ્ધ બનીને આ પાપી રાજાએ કેટલે બધો અનર્થ કર્યો? હજારો ઉતમ પુરૂષોનો મારો નિમિત્તે નાશ કરી નાખ્યો. મારા પતિને આ દુઝે પરાભવ પમાડી. દુ:ખી કર્યા, મને અહીં પકડી લા , આવા વિષય સમયે હું મારા શિયલનું રક્ષણ શી રીતે કરીશ? છતાંય ગમે તે ભેગે પણ મારા શિયલનું હું રક્ષણ કરીશ. હાલમાં તો કાલ વિલંબ કરવા દે; જ્ઞાનીએ જોયું હશે તેમ થશે. ' રાજન ! તમારા સરખા ઉત્તમ પુરૂષોને પરસ્ત્રીમાં રિક્ત થવું તે યોગ્ય નથી. પોતાની સ્ત્રીમાં સંતોષ માની. જે પુરૂષે પરસ્ત્રીથી પરગમુખ થયેલા છે તેમને જ ધન્ય છે, નરકમાં જનારા પુરૂષજ પરસ્ત્રીની અભિલાષા કરે છે રાજન ! * એ તારો ઉપદેશ હાલમાં રહેવા દે. હાલમાં તે મારી પટ્ટરાણું બની તું કરદેશની મહારાણી થા, રાજ્યલક્ષ્મીને ભગવનારી થા ! મારે જલતા જીગરને શાંત કરનારી થા! પ્રિયે ! મારા અધિરા અને ઉસુક મનને જેમ બને તમે તાકીદે શાંત કર, તૃપ્ત કર, ' - રાજાની આતુરતા અને ઉત્સુકતા જોઈ રતિસુંદરી. કંપી ઉઠી, “મહારાજ ! ધિરજ ઘર? ઉતાવળે કાંઈ આમ પાકતા નથી, સમતાનાં ફલ મીઠાં જ હોય છે. પહેલા આપને એક પ્રાર્થના કરું છું તે સિવકારશે ??? : તે તારી હરતા અને ઘરે ઉત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.