Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = == - - 140 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સંભળાવતો હતો. એક દિવસે ખુશી થયેલી ગુણસુંદરીને તે વાડવે કહ્યું, “હે ભદ્રે ! તારા ગુણેએ મારૂં ચિત્ત હરી - લીધું છે. તે હવે મને પાછું આપ. એ ચિત્ત વગર તો સંજ્ઞા રહિત હું મરેલા જેવો છું. તું તે ધર્મને જાણનારી ને પરોપકારી તેમજ દયાવતી છે તેથી મારી ઉપર હવે -કૃપા કર તું જ કે દૂર હતી તો પણ ખાતાં કે પીતાં, સુતાં કે બેસતાં, જાગતાં કે નિંદ્રામાં હું તને જ જોતો હતો, - તને મેળવવા માટે હું આભ જમીને એક કરી રહ્યો હતો! એ બ્રાહ્મણની કર્ણને અપ્રિય વાણી સાંભળી ગુણ- સુંદરી બેલી, તમે કેણુ છે ? તમને ક્યાંય જોયા નથી. છતાં તમે કહે છે કે તેં મારૂં ચિત્ત હરી લીધું -એતે આશ્ચર્ય ! ગુણસુંદરીના જવાબમાં વેદરૂચિએ પોતાની કર્મકિથા કહી સંભળાવી. એની કથા સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી, “અરે! અરે ! મારામાં આ ખુબ રાગ-વાન થયો જણાય છે. આવા અનાર્ય અને કુસ્થાનમાં -આ મારા શીલને હું શી રીતે રાખીશ? શરણ રહિત અને એકાકી મારું શું થશે ? પણ ગમે તે ભોગે હું મારા શીલને રાખી પ્રવત્તિનીએ આપેલા વતને ખંડિત કરીશ નહી. હજી આ કંઇક ગુણવાન જણાય છે કે પ્રાર્થના કરીને મારી યાચના કરે છે. બાકી તો પાપી અને ઉદ્ધત પુરૂષ તે બળાત્કાર કરવામાં જ શરા હોય છે. તો આને પ્રતિબોધી મારૂં શીલ રાખું. આને સમજાવવા માટે મારે કદાચ માયા કપટ પણ કરવું પડશે જે કે એ કૌટિલ્ય વિવેકી પુરૂષે ન કરવું જોઈએ છતાંય :ધર્મથી એ શીલ રક્ષવા તે ‘પણ કરવું. >> ગુણસુંદરી ખુબ વિચાર કરીને બેલી. “હે સુંદર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust