Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ E 208 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મિનિ ! ચાલે હવે આપણે આપણા નગરમાં જઈએ. આપણને અહીં આવ્યાને ઘણે સમય થવાથી માતાપિતા ચિંતા કરતાં હશે? સખીના વચનથી ચંદ્રકાંતા પિતાના નગરમાં આવી. * - ચંદ્રકાંતાનું મન દેવસેનકુમારમાં સંલગ્ન થવાથી પ્રિયંકર સખીએ એ વાત એની માતાને કહી સંભળાવી. એક સમર્થ શક્તિશાળી વિદ્યાધર નરેશની દુહિતા સામાન્ય અલ્પશક્તિવાળા ભૂચરને પરણે તે વાત ચંદ્રકાંતાના બાંધવિોને ગમી નહિ. તેઓ પિતાની ભગિનીના મનને અન્ય દિશામાં વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા, “ચંદ્રા ! હજી તું નાદાન છે. વિદ્યાધર અને મનુ ષ્યમાં રહેલ આસમાન જમીન જેટલો તફાવત સમજવાની તને વાર છે. બાકી તો કયાં શક્તિસંપન્ન વિદ્યાધર ને ક્યાં નિ:સત્વ મનુષ્ય. વિદ્યાધરો સ્વતંત્ર રીતે મન ફાવે ત્યાં સર્વત્ર જઈ શકે છે. ક્ષણમાં અષ્ટાપદ ઉપર તો ક્ષણમાં નંદનવનમાં. કેઈ સમયે નંદીશ્વર દ્વીપમાં તો કોઈ સમયે મેરૂ પર્વતના રમણીય ઉપવનમાં, દેવતાની માફક વિદ્યારે પિતાના મનોરથે વિદ્યા : વડે કરીને સિદ્ધ કરે છે. વિદ્યા વડે કરીને ગમે ત્યારે ગમે; તેવું સ્વરૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે છે. યાચકોને ઇચ્છિત દાન આપે છે. એવા અખલિત પ્રતાપવાળા ભાગ્યવાન વિદ્યાધરો કયાં ને વિધાતાએ નરરૂપે કીડા જેવા ઘડેલા મનુષ્યો ક્યાં ? દીન, અનાથ, ગરીબ અને રાંકની. માફક વારંવાર પરાભવને પામનારા અને વ્યર્થ મનેરથી વાળા પામર મનુષ્યની સરખામણી વિદ્યાધ સાથે શું. કદિ થઈ શકે ?. -. જેઓ કર્મભૂમિમાં વિહાર કરતા અરિહંત ભગવાનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust