Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 308 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુંડળ છે એ! લક્ષ્મી તો કાંઈ અમારી વાટ જ જોઈ રહી છે ને ? કોઇને નહી જેવાથી વસુદત્ત કુંડલ લેવાને દેડયો. લઈશ નહી. એને નિવારી બન્ને આગથી ચાલ્યા, મા દત્ત વસુદત્તને બેધ માટે એક દૃષ્ટાંત કહ્યું, - કેઈ એક નગરમાં દેવ અને યશસ નામે બે વણુક સરખે વ્યાપાર કરી ગુજરાન ચલાવતા હતા. દેવ અદત્તાદાનના નિયમવાળે હતો ત્યારે યશ નિયમ રહિત હતો. એક દિવસ બને છેડીઘણું મુડી સાથે લઈને પરદેશ ચાલ્યા. - માર્ગમાં એક કુંડલ પડેલું બનેએ જોયું પણ નિયમભંગના ભયથી દેવે તો એના સામુય જોયું નહિ. જ્યારે યશે એ લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એને દેવે અટકાવી દીધા દેવની લજ્જાથી યશ કુંડલ ન લેતાં આગળ ચાલે. છતાં દેવથી ગુપ્ત રીતે તે કુંડલ ગ્રહણ કરીને તેની સાથે ચા યશ મનમાં વિચાર કરવા લાગ્યો કે “નિસ્પૃહ એવા આ દેવને ધન્ય છે. જો કે એ જાણતો નથી છતાં આ કુંડલનાં કરીયાણા ગ્રહણ કરી હું અધ ભાગ દેવને આપીશ.” તે પછી કોઈક નગરમાં તેઓ પહોંચ્યા, ત્યાં કુંડલ વેચી ઘણું દ્રવ્ય લઈને કરીયાણું ખરીદ્યાં, તેના વિભાગ પાડી. જ્યારે દેવને સમજણ પાડી આપવા લાગ્યા તો દેવે તે લેવાની ના પાડી ને પોતાની મૂડીનાં જે આવ્યાં હતાં તે ગ્રહણ કરી લીધાં. ' - તે રાતના યશના મકાનમાં ધાડ પડી ને કરીયાણા સહિત બધું લુંટાઈ ગયું. દુ:ખી થયેલો યશ દેવ પાસે આવીને રડવા લાગ્યો. તેની દુ:ખી દશા જોઈ દેવ બોલ્યા: મિત્ર ! અન્યાયથી મેળવેલ પદાર્થ મહા અનર્થને કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust