Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 423 નગરમાં ગયો. તે દિવસથી પ્રતિ દિવસ ધર્મની આચરણ કરતો રાજા અનુક્રમે શુદ્ધ શ્રાવક થયો. એ વસંતપુર નગરમાં જીવાજીવાદિક તત્વને જાણકાર જનપ્રિય નામે શ્રાવક રહેતો હતો. કદાગ્રહ રહિત અને માર્ગાનુસારી એવો તે શ્રાવક પ્રતિ દિવસ રાજા પાસે આવી શાસ્ત્રની વાત સંભળાવી રાજાને ધર્મમાં સ્થિર કરતો હતો. રાજા પણ એ શ્રાવકનું બહુમાન કરતો હતો. એ શ્રાવકની સહાયથી સામાયિક, પૌષધ, જીનપૂજાદિક કાર્ય નિરંતર શુદ્ધપણે કરતો હતો, કારણકે સંસારમાં સાધર્મિષણાની સગાઈ તે જ ખરી સગાઈ છે કે જે સગાઈ ભવાંતરમાં પણ આત્માને સુખ આપે છે. તે નગરમાં સ્વજન પરિવારથી રહિત, નિર્ધન, મોહન નામે કેઈ વિપ્ર રહેતો હતો. તે નાસ્તિક હોવા છતાં આજીવિકા ખાતર જૈન ધર્મને પાળતો, લોકોને જૈન ધર્મને ઉપદેશ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એણે જીન પ્રિય સાથે કપટ મૈત્રી કરી, એકદા એની સાથે તે રાજાની પાસે આવ્યો. રાજાની આગળ જનધર્મની પ્રશંસાના પુષ્પોને વેરતો રાજાના વિશ્વાસનું પાત્ર થયો. રાજાએ તેને પોતાના મુખ્ય જીનમંદિરમાં પૂજારી તરીકે રાખ્યો કે જેથી નગરના મહાજનોને પણ તે માનને યોગ્ય થયે સંસાર૫ર વૈરાગ્યવાન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાને નિશ્ચય કરી મેહનને કહ્યું. “હે ભદ્ર! ગુણવાન એવા કાઈક ધર્માચાર્યને તેડી લાવ કે જેમની પાસે હું પરલોકમાં હિતકારી એવા વ્રતને ગ્રહણ કરૂં, તેમની સેવા કરી સંસાર સમુદ્ર તરી જાઉ. >> - રાજાની વાત અંગીકાર કરી મોહન ચાલ્યો ગયો. પણ તે મનમાં વિચાર કરવા લાગ્યો. " આ રાજા જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust