Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 312 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિચારને અંતે તેમણે નિર્ણય કર્યો કે આપણે એકજ વરને વરી જવું. જેથી જુદાઈનો સમય આવે જ નહિ, વરને પસંદ કરવાનું કામ રાજકુમારીને સમર્પણ કર્યું. રાજકુમારી જે વરને વરે એ વરને બીજી ત્રણે સખીઓએ કબુલ રાખવો, એવો સંકેત કરી જુદાં પડ્યાં - રાજસભામાં આવેલા કોઈ રાજસેવકના સદાચારથી રાજકુંવરીની નજર તેના ઉપર ઠરી. એક દિવસ તેને ખાનગીમાં રાજકુંવરીએ પોતાની પાસે બોલાવી પોતાના મનની વાત તેની આગળ કહી સંભળાવી. રાજકુંવરીની વાત સાંભળી રાજસેવક ચિંતાતુર થયો. પણ વિચાર કરીને એણે રાજકુંવરીની વિનંતિને કબુલ રાખી નહિ, - પિતાની વિનંતિ અફળ જવાથી રાજકુંવરીએ દમ ભીડાવ્યો. “લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે ત્યારે તું કપાળ ધોવા જાય છે. પણ મારી માગણી તારે કબુલવીજ પડશે જે નહિ કરીશ તો મારા માણસે દ્વારા તને મરાવી નાખીશ તે યાદ રાખજે.. રાજકુંવરીના દમ દેવાથી ભય પામેલે એ રાજસેવક રાજકુંવરીની વાણીને આધિન થયો. રાજસેવકે પોતાની વાત કબુલ કરવાથી કુંવરીએ અમુક દિવસનો સંકેત કર્યો ને કહ્યું કે તે દિવસે દરવાજા નજીક પેલા દેવમંદિરમાં તારે રાત્રીને સમયે આવવું, હું પણ વિવાહની સામગ્રી લઈને ત્યાં આવી હાજર થઈશ.” સંકેત કરીને તે રાજસેવકને કુંવરીએ વિદાય કર્યો. . ' રાજસેવક પોતાના સ્થાને જઈને પણ વિચાર કરવા લિાગ્યો, “અરે ! આ રાક્ષસીના પંજામાં ફસાયા નથી ત્યાં લગી જે મને સુખ છે, સ્ત્રીઓ તો પિશાચીની માફક છી કરી છેતરનારી છે, બળવાનને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તાડી નાખે છે તો મારું તે શું ગજી 22) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.