Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 419 સાકેતપુરમાં “હે ભવ્ય ! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, દીર્ઘ આયુષ્યને ધર્મસામગ્રી એ બધુ પામીને સર્વશક્તિથી તમે ધર્મને વિશે ઉદ્યમ કરે કે જેથી એ બધી સામગ્રી વૃથા ન થાય, ન્યાધવૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે, સ્વાતિનાં જળ તેથીય દુર્લભ હોય છે, દેવદર્શન પણ દુર્લભ હોય છે, તેથી મનુષ્ય જન્મ પણ પ્રાપ્ત થ દુર્લભ છે. એ દુર્લભ માનવભવ મોટા પુણ્યથી તમે પ્રાપ્ત કરી પ્રમાદના વશમાં પડી ધર્મકર્મ ભૂલી હારી જશે નહિ, ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને કાગડાને ઉડાડવા ફે કે તે કે કહેવાય! માણસ પૂણ્યથી અનેક રત્ન મેળવી શકે છે. વૈભવ, એશ્વર્ય, ઠકુરાઈ ઋદ્ધિ, સમૃદ્ધિ, સુખ, સાહેબી મેળવી શકે છે. છતાં ગયેલી મનુષ્યાયની ક્ષણ કોટી રત્ન આપવા છતાં મેળવી શકતા નથી. તે એવું દુર્લભ મનુષ્યભવનું આયુ પ્રમાદના વશમાં પડી શા માટે હારી જવું? ન ધર્મના અથી મનુષ્યને તો ગુરૂજનની પૂજા, દયા, દીન, જપ, તપ, તીર્થયાત્રા, શાસ્ત્રશ્રવણ અને પરોપકાર એ આઠે કૃત્ય મનુષ્ય જન્મના ફળ સમાન અહોનિશ કરવા ગ્ય છે કારણકે આ જગતમાં મેહઘેલા માનવને ઘડી પછી શું થવાનું છે તેની કાંઈ ખબર પડતી નથી. >> 2. ધર્મ દેશના સમાપ્ત થતાં પુરૂષોત્તમ રાજાના પુરોહિત કપિલે ગુરૂને પૂછયું. “હે સૂરીન્દ્ર! જીવન સદ્દભાવ હોય તો તમે કહો છો તે બધી વાત સત્ય કહેવાય. જતાં કે આવતાં જીપને કેઈએ જે છે કે તમે તેના સદ્દભાવ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust