Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 418 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યો. નવા રાજાએ દીક્ષા મહોત્સવ કર્યો અને રાજાએ અનેક સામંત અમાત્યની સાથે ચારિત્ર અંગિકાર કર્યું. નવા રાજા કનકદેવજ અને યુવરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરતા તેમજ પિતાની દીક્ષાનું મનમાં સ્મરણ કરતા તેઓ રાજ્ય ભાગોમાં પણ આસક્તિ રહિત હતા, અનેક વિદ્યાધર અને કિન્નરની કન્યાઓની પ્રીતિવાળા, ભરતાધના રાજાઓથી પૂજાતા, ગજ, અશ્વ, થ અને મણિ, માણેક તેમજ રત્નોની વિપુલ સમૃદ્ધિ હોવા છતાં ગર્વ રહિત અને ગુરૂના સમાગમની ઈચ્છા કરતા તેઓને મેહરૂપી પિશાચ પોતાના પંજામાં સપડાવી શકતો નહિ, - સમ્યકત્વગુણે કરીને શોભતા તેઓ જીનેશ્વરના ધર્મનું આરાધન કરતા હતા, જૈનધર્મની પ્રભાવના વધારતા તેમણે દિશ યાત્રા શરૂ કરી, પૂર્વ પુરૂષોએ બંધાવેલાં જીનમંદિરોને વંદના કરતા, જીણુમંદિરોને પુનરૂદ્ધાર કરવા લાગ્યા, જીનેશ્વરના ધર્મની હીલના કરનારાઓને શામ, દામ, દંડ અને ભેદથી અટકાવ્યા, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું સન્માન કરવા લાગ્યા, દાનવડે દીન, દુ:ખી અને રંક જનનો ઉદ્ધાર કરવા લાગ્યા, કેટલાય નવીન જિનચૈત્યો બંધાવ્યાં, ' રાજા કનકદવજ અનુક્રમે સાકેતપુર નગરે આવ્યા, ત્યાં નગરના ઉદ્યાનમાં અરિહંત ભગવાનનું વિશાળ અને મનોહર ચિત્ય જોઈ ખુશી થયેલા રાજાએ ભગવાનની પૂજા કરી સ્તુતિ કરી, જીનેશ્વરને પૂછ તેમની સ્તુતિ કરી રાજા ચૈત્યગ્રહથી બહાર નીકળ્યો. તે એક મોટા વૃક્ષની નીચે મુનિ પરિવારે યુક્ત સૂરીશ્વરને જેમાં હર્ષથી ગુરૂને ન, સૂરીએ તેમને ધર્મોપદેશ આપે તે સમયે ત્યાંના રાજા પણ પોતાના પરિવાર સાથે ગુરૂની દેશના સાંભળવા આવ્યો હતો. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust