Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 420 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આટલી બધી વ્યાખ્યા કરે છે ? વસ્તુત: તો કેઈપણ રીતે જીવ દેખાતો નથી. શંખ શબ્દની માફક સંભળાતો નથી. રસ વડે કરીને પણ જણાતો નથી. એવી રીતે કોઈ પણ પ્રમાણુ વડે આત્માની સિદ્ધિ થતી નથી માટે વસ્તુતઃ તો. જીવ જ નથી. પાંચ ભૂતથી ઉત્પન્ન થયેલી શક્તિનેજ વિદ્વાન જીવ એવું ઉપનામ આપે છે. ગુડાદિક દ્રવ્યથી જેમ મદ શકિત ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે મનુષ્ય અને તિર્યંચમાં જેને તમે જીવ કહો છો તે માત્ર પંચભૂતનું જ પરિણામ છે બીજુ નહિ. ) એ પિતાને વિદ્વાન મનાવતા કપિંજલે પોતાના જ્ઞાનનો ઘડો ઠાલવી દીધો. નાસ્તિક બ્રાહ્મણ કપિંજલની વાણી સાંભળી જ્ઞાની ગુરૂ બોલ્યા, “હે ભદ્ર! છદ્મસ્થ જી અરૂપી જીવને દેખી શકતા નથી. છતાં જ્ઞાને કરી ભવનું સ્વરૂપ સમજી શકાય છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, કાષ્ટ્રમાં અગ્નિ, દેખાતી નથી છતાં જાણી શકાય છે તેમ શરીરમાં રહેલો આત્મા પણ જાણી શકાય છે, છતાં કેવલજ્ઞાનથી જ તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હે કકિંજલ ! તું જે પંચ ભૂતની વાત કરે છે તે બરાબર નથી. કેમકે એ પંચભૂતને તે સચેતન માને છે કે અચેતન? જે સચેતન માનીશ તો સિદ્ધ, એકૅકિયાદિ બધા જીવ છે એ સિદ્ધ થયું. જે અચેતન માનીશ તો અચેતન એવા એ પંચભૂત સમુદાયમાં પણ ચેતન શક્તિ શી રીતે પ્રગટ થશે ? જે વસ્તુ એકમાં નથી તે સમુદાયમાં પણ રેતીના સમુહની માફક ન સંભવે. કારણકે રેતીના એક કણુમાં જેમ તેલ નથી તેમ સમુદાયમાં પણ નથી.” | ઇત્યાદિક અનેક યુક્તિઓ વડે સરીશ્વરે કપિંજલને નિરૂ ત્તર કરી દીધો ત્યારે પિતાને કંઇપણ યુક્તિ ન આવડવાથL P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust