Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એક્વીશ ભવને નેહસંબંધ 375 કરે છે. અસુચિનું ભજન કરનાર દેવતાનું પૂજન કરી તમે પવિત્ર શી રીતે થાઓ છે? આ વિધિને તમે કેમ જાણતા નથી? પાણીને પણ વિષ્ણુની મૂર્તિરૂપ કહીને તેનાથી ગુદા, પાદાદિકનું પક્ષાલન કરે છે તે શું પ્રત્યક્ષ વિરોધ નથી ? તમે કહેશે કે જલ એ વિશ્વનું જીવન છે. વિશ્વનો ઉપકાર કરનારૂં છે તો જલ પણ દેવરૂપ છે. એમ માનશે તો કાર્ય કારિત્વ-કારણwણાએ કરીને કુંભકારને પણ દેવ માનવા પડશે. કારણ કે તે પણ લોકો ઉપર ઉપકાર કરનારા છે. ગાય કે બેકડાના મૂત્ર વગર બ્રાહ્મણના સૂતકની શુદ્ધિ થતી નથી તેમજ જલ વગર દેહની શુદ્ધિ થતી નથી, તો પછી એ મૂત્ર અને જલ બનેને તમારે દેવ માનવા પડશે, પણ ખરી વાત તો એ છે કે જલ અને અગ્નિનું માનો કે ઉપકારપણું છે છતાં એમાં દેવની કલ્પના કરવી યુક્ત નથી મહાદેવે કામને બાળી નાખ્યો છે છતાં તે ગંગા અને ગૌરીમાં આસક્ત થયા છે એમ સાંભળવા છતાં તેમને નિર્દોષ માને છે તો પછી મૂષકના કરડવાથી ખંડિતણું આ માર દૂષિત કેવી રીતે હોઈ શકે ? એ પુરૂષની આ પ્રમાણેની શાયિ વાત સાંભળી બધા બ્રાહ્મણે નિરૂત્તર થઈ ગયા. સુરપતિ રાજા પણ આ પુરૂષની વચનયુક્તિથી દંગ થઈ ગયો. અને બ્રાહ્મણોના મતમાં મંદ આદર વાળ થયો. એ પુરૂષની આવી વાણી સાંભળી પદ્યોત્તર કુમાર પણ વિચાર કરવા લાગ્યો, “શું આ માજરનો વેચનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust