Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 401 સાંભળી રાજા સકલ પરિવાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો. ગુરૂને વાંદી યથાસ્થાને ધર્મોપદેશ શ્રવણ કરવાને બેઠે. ગુરૂએ પણ રાજાની આગળ ધર્મોપદેશ શરૂ કર્યો. “શુભ અને અશુભ કર્મથી પ્રાણીઓ ઉચ્ચ અને નીચકુળમાં જન્મ ધારણ કરે છે. દેવ ને નારકી, રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, સુખી અને દુ:ખી, રૂપવાન અને કદ્દરૂપા, એ બધા શુભ અશુભ કર્મના ભેદ સમજવા, દયાદિક વડે કરીને માણસ પુસ્થ ઉપાર્જન કરે છે જેથી સ્વર્ગાદિક અદ્દભૂત સુખને મેળવે છે તેમજ ચારિત્રધર્મનું આરાધન કરી સ્વર્ગ ઉપરાંત અપવર્ગની લક્ષ્મી પણ શું તે નથી મેળવતો ? માટે શુદ્ધ એવો જીનેશ્વર ભગવાને કહેલો ધર્મ છે પ્રાણીઓ! તમે આરાધો. ગુરૂને ઉપદેશ સાંભળી રાજા શ્રીબલે ગિરિસુંદર અને રત્નસારને પૂર્વ ભવ પૂછો. જેના ઉત્તરમાં ગુરૂએ શંખરાજા અને કલાવતીથી શરૂ કરીને સર્વે ભવ કહી સંભળાવ્યા. રૈવેયકનાં સુખ ભોગવી તેઓ અને તારા કુળમાં ઉત્પન્ન થયા છે. એ બધા ચારિત્રરૂપી વૃક્ષનાં મનેહર ફલ જાણવાં. મુક્તિને આપનારા એ ધર્મનાં રાજ્યાદિક પ્રાપ્તિરૂપ ફલ એ તો સામાન્ય ફલ છે. અનાજને માટે ખેતી કરનારા ખેડતને તૃણની સમાન છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે એક મુનિને શુદ્ધ આહાર આપવાથી, તમને ચોરેને આ અદ્દભૂત રાજ્ય પ્રાપ્ત થયું.” ગુરૂનાં વચન સાંભળી રાજા વિસ્મય પામતો બોલે હે ભગવન! શી રીતે એ બધું થયું ? આપ જરા સ્પષ્ટતાથી કહો. " ગુરૂએ શ્રીબલ રાજાને પૂર્વભવ કહેવા શરૂ કર્યો, પ્રતિષ્ઠાનપુર નગરમાં સુમેઘ નામે કુળપુત્રને વિજય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust