Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = 378 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર , હરિવેગનું વચન સાંભળી કુમાર બોલ્યો, “તમારા સરખા સજ્જન પુરૂનું સૌજન્ય કહેવાને કણ સમર્થ છે? પરંતુ મારે તો આજે સુવર્ણનો સૂર્ય ઉદય પામ્ય, અત્યારની જ વેલા સુખકારક થઈ કે જે વેલાએ આપણે. સમાગમ કરાવ્યો. 2 - ઘણા સ્નેહવાળા એ બન્નેને જાણી રાજા સુરપતિ. વિચારમાં પડયો છતો બેલ્યો, “અરે તમારે બનેને. આ સ્નેહ સંબંધ કયાંથી? ) - એ પ્રશ્નના જવાબમાં હરિવેગે પૂર્વના સમગ્ર ભવ. કહી સંભળાવ્યા. કુમારે પણ એ વાતમાં અનુમતિ આપી. , એ કથન સાંભળી બ્રાહ્મણેથી સંયુક્ત રાજા પણ જૈનધર્મમાં પ્રીતિવાળો થયો. નગરમાં પણ ઉોષણા કરવી કે જૈન ધર્મ પૃથ્વી ઉપર જયવંત છે.” એ દરમિયાન શામાનુગ્રામ વિહાર કરતા કેવલી ભગ- . વાન શ્રીગુણસાગર કેવલી એ નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનથી હષીત થયેલા નૃપાદિક સર્વે ગુરૂને. વાંદવાને આવ્યા, કેવલી ભગવાનને બધા નમસ્કાર કરી. ધર્મ સાંભળવાને બેઠા. ભગવાને પણ પાપનો નાશ કરનારી દેશના આપી. " જન્મ, જરા અને મૃત્યુ રૂપી કલ્લોલથી ભયંકર આ સંસાર સમુદ્રમાં આપદારૂપ મગથી પીડા પામી રહેલા તમારા સરખા પ્રાણીઓના રક્ષણ માટે સર્વજ્ઞ ભગ વાને કહેલ ધર્મરૂપ ના-વહાણજ સમર્થ છે. ચિંતામણિ,. કામધેનું, કલ્પવૃક્ષ અને કામકુંભ દુ:ખે કરીને પ્રાપ્ત થયેલી એ વસ્તુઓનું તમે યતનાથી રક્ષણ કરે છે, તે એ થકી પણ અધિક મૂલ્યવાન એવા ધર્મને વિશે ઉદ્યમ કેમ કરતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust