Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 396 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિચંદ્રની વાત કુટબુદ્ધિ કીર્તિચંદ્રને ગળે ઉતરી નહિ, તેણે જ્યારે બ્રાતવધનો પોતાનો વિચાર પણ બદ નહિ ત્યારે રતિચંદ્રે કહ્યું, કે “જો તારે એ વિચાર કાયમ જ હોય તો મારા રૂધિરથી તારા હાથ રંગીશ નહિ, પણ મને કાષ્ટની ચિતા સળગાવી આપ. હું બળીને તારી ઈચ્છા તૃપ્ત કરીશ.” રતિચંદ્રની એ વાત કીર્તિચંને ગળે ઉતરી ગઈ નગરની બહાર ચિતા તૈયાર કરવામાં આવી. તેમાં રતિચંદ્ર પ્રવેશ કર્યો ને ચિતાને પ્રગટાવી દીધી. રતિચંદ્ર - આર્તધ્યાને મરણ પામી ભૂત રમણ નામે યક્ષ થયો. રાજ્ય અને લક્ષ્મીને માટે સગા બાંધવો પણ ભાઈને હણી નાખે છે તો પછી બીજાની તો વાત જ શું ? એ ભૂત રમણ યક્ષ હું પોતે, વિર્ભાગજ્ઞાને જ્યારે મેં પૂર્વભવ જોયો ત્યારે ક્રોધથી ધમધમતા મેં કુટબુદ્ધિ મંત્રી અને સામંતોને ગ્રહણ કરીને દૂર ફેંકી દીધા. રાજા કીત્તિચંદ્ર તો આ ઉપદ્રવ જાણીને પલાયન કરી ગયે પ્રજા - બધી જેને જ્યાં ગમ્યું ત્યાં નાશી ગઈ, ત્યારથી જનશૂન્ય આ નગરમાં મેં તને જોયો. તેને જોતાંજ કોધથી ધમધમતો હું તને મારવાને સિંહ બની આવેલ પણ તારા પુણ્યથી–સથી હું પ્રસન્ન થયો છું–શાંત થયો છું. માટે હે મહાસત્વ ! મારી પાસે કંઇક વરદાન માગ, ' એ યક્ષની વાત સાંભળી કુમાર રતનસાર, બેલ્યો - “હે દેવ ! જે મારા પર આપ પ્રસન્ન થયા હો તો આ - નગરને ફરી વસાવ કારણ કે રોષ પણ તેનો જ ઉત્તમ ગણાય છે કે જે પાછળથી પ્રસન્ન થાય છે.” “હું તારી વાણીથી આ નગરને તો વસાવી આપ, - પણ તું આ નગરને સ્વામી થાય ત્યારે જ તે બની શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust