Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 398 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જોયો છે?? એમ કહી એ મુસાફરે પોતાની વાત પૂરી કરી. બધાય મુસાફરો એ વાત સાંભળીને ખુશી થયા પણ ગિરિસુંદરની ભાળ સમાચાર કેઈ આપી શક્યું નહિ, પણ સામાન્ય વેશમાં રહેલો ગિરિસુંદર બેલ્યો. “હે પથિક ! તને ધન્ય છે. તારી મિત્રતાને ધન્ય છે કે જે મિત્રને માટે તું આટલો બધો કલેશ સહન કરે છે. તું મને એ દેવપ્રસાદ ભૂપનું દર્શન કરાવ, મારા સમાગમથી એ રાજા પિતાના બંધુના વિરહને ભૂલી જશે-સર્વે સારૂં થશે.” : “જે એમ હોય તો ચાલો ઝટ,” તે બન્ને મિત્રો બનેલા ત્યાંથી ગાંધારપુરના રસ્તે પડ્યા. * પરદેશમાં ચંદ્રહાસ ખગના પ્રભાવથી ગિરિસુંદર પિલા મુસાકુર સાથે ગાંધારપુરમાં ખુબ શીવ્રતાથી આવી પહોચ્યો મિત્રો થયેલા તેઓ બન્ને રાજસભામાં આવી પહોંચ્યા - ત્યારે દેવપ્રસાદ પિતાના મિત્રની સાથે આવેલા આ પુરષને જોઈ ઘણે ખુશી થયો એના મિત્રે કહ્યું. “દવ! આપના દર્શનની અભિલાષાવાળા આ પુરૂષ વિદ્યાવાન અને ગુણવાન નર છે.” * દેવપ્રસાદે બનેનું સ્વાગત કર્યું. રાજાને સામાન્ય વેશ ધારી ગિરિસુંદર ઉપર પરમ સ્નેહ થયે રૂ૫, પાવઓંન હોવાથી પોતાના ભાઈ તરીકે એ પુરૂષને રાજા જાણે શકે નહિ. કેટલોક સમય જવા છતાં ગિરિગુંદર ન આવવાથી રાજા વિચાર કરવા લાગ્યો “ભાઈના ' નહી આવવાથી દેવવાણી પણ વ્યર્થ થઈ કે શુ ? અથવા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust